નવી દિલ્હી(વેબદુનિયા) રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રેલવે બજેટ રજૂ કરતાં સમયે 10 ગરીબ રથ અને 52 નવી રેલવે ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરી હતી. લાલુએ આજે ગુજરાત માટે અમદાવાદ-પાટણ શરુ કરવાની અને સાથો સાથ સુરત-મુઝફ્ફરપુર (અઠવાડિયામાં એક વખત) ટ્રેન શરુ કરવાની જાહેરાત કરી હતી. ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની (અઠવાડિયામાં ત્રણ વખત), 10 નવી ગરીબરથ ટ્રેનો શરૂ કરાશે
10 ગરીબ રથ અને 52 નવી રેલવે ટ્રેનો --
વારાણસી- દિલ્હી - અઠવાડિયામાં 3 દિવસ.. રાંચી - દિલ્હી - અઠવાડિયામાં 3 દિવસ.. નીઝામુદ્દીન - દહેરાદૂન.. જયપુર - ચંડીગઢ.. સિકંદરાબાદ - વિશાખા પટ્ટનમ.. પૂના - નાગપૂર.. જબલપુર - મુંબઈ.. બેંગ્લોર - પોંડિચેરી.. જસંવંતપુર - પોંડિચેરી..
53 નવી ગાડીઓ શરૂ કરાશે જેમાં નીચેની ટ્રેનો-- વાસ્કોડી ગામાથી પટણા (અઠવાડિયામાં એક વખત).. મછલીપટનામ - બેંગ્લોર નવી ટ્રેન(અઠવાડિયામાં ત્રણ વખત).. ગયા - ચેન્નાઈ (અઠવાડિયામાં એક વખત).. લખનઉ થી નવી દિલ્હી નવી ટ્રેન.. લાલુના ગામ માટે પેસેન્જર ટ્રેન.. અમદાવાદ- પાટણ (રોજ).. ઈટારસી- કટની (રોજ).. સુરત - મુઝફફરપુર (અઠવાડિયામાં એક વખત).. આસનસોલ - મુંબઈ (અઠવાડિયામાં એક વખત).. જયનગર- નવી દિલ્હી (અઠવાડિયામાં એક વખત).. અમરાવતી-મુંબઈ નવી ટ્રેન(અઠવાડિયામાં 2 વખત).. ગ્વાલિયર -ઈંદોર એક્સપ્રેસ.. દેહરાદુન- દિલ્હી એક્સપ્રેસ.. ઈન્દોર-ઉદયપુર વાયા રતલામ નવી ટ્રેન(અઠવાડિયામાં ત્રણ વખત).. પુરી-દરભંગા એક્સપ્રેસ(અઠવાડિયામાં એક વખત).. ખજુરાવો-દિલ્હી નવી ટ્રેન(અઠવાડિયામાં ત્રણ વખત).. વારાણસી-રામેશ્વરમ એક્સપ્રેસ.. ચેન્નઈ-સાલેમ નવી ટ્રેન.. રાંચી-ભાગલપુર નવી ટ્રેન (અઠવાડિયામાં ત્રણ વખત).. ઈતારસી-કટની પેસેન્જર ટ્રેન.. 16 ગાડીઓનો વિસ્તાર કરાશે..
|