મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > બજેટ 2008
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતને નવી 6 ટ્રેન, ગરીબ રથ નહીં
આ વર્ષે ફરી લાલુજી બિહાર પર નવી ટ્રેનો અને ગરબ રથો આપીને વરસી પડયા
W.DW.D

નવી દિલ્હી(વેબદુનિયા) રેલવે બજેટ 2008-09માં ગુજરાને છ ટ્રેન ફાળવવામાં આવી છે. પરંતુ એક પણ ગરીબ રથ ગુજરાતને ફાળવાયો નથી. ગુજરાતમાંથી મુબઇ તરફના ટ્રાફિકના ઘસારાના પહોંચી વળવા અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાપ્તાહિક વાતાનુકૂલિત એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત લાંબા ગાળાની અમદાવાદ-પાટણ વચ્ચે ડેઇલી પેસેન્જર ટ્રેન શરૂ કરાઇ છે. આ સિવાય સુરત-મુઝફ્ફરનગર એક્સપ્રેસ વાયા આઝામગઢ-છપરા દોડાવાનો નિર્ણય પણ લેવાયો છે. બજેટમાં ક્ષેત્રવાદને કોઇ સ્થાન નહીં મળે તેમ લાલુએ બજેટ અગાઉ જણાવ્યું હોવા છતાં તેઓ આ વર્ષે ફરી બિહાર પર વરસી પડયા છે.

ગુજરાત માટે શરૂ કરાયેલી અન્ય લાંબાગાળાની ટ્રેનોમાં કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેન સાપ્તહિક દોડશે. જ્યારે ગેજ પરિવર્તન બાદ ડભોઇથી પ્રતાપનગર વચ્ચે ડેઇલી પેસેન્જર ટ્રેન દોડાવવાનો નિર્ણય પણ લેવાયો છે.

જ્યારે ઉત્તર ગુજરાતને રાજ્યના પાટનગર સાથે જોડવા પાટણ-અમદાવાદ વચ્ચે ડેઇલી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ગેજના ફેરફાર બાદ દોડશે.

બિહાર પર નવી ટ્રેનો અને ગરબ રથો આપીને વરસી પડયા--
તેઓએ બિહારને ઉદાર હાથે કરેલી નવી ટ્રેનોની ફાળવણીથી વિરોધ પક્ષને નવો મુદ્દો આપ્યો છે.
બિહાર પ્રત્યેના પોતાના પ્રેમને લાલુ અગાઉના બજેટની જેમ આ બજેટમાં પણ રોકી શક્યા નથી, જેની સાબિતી નવી જાહેર કરેલી ટ્રેનોના લીસ્ટ પરથી મળે છે. લાલુએ બિહાર માટે જાહેર કરેલી મુખ્ય ટ્રેનો આ મુજબ છે.

--દિલ્હી-જયનગર (ગરીબરથ)
--વાસ્કોડી ગામા-પટણા (સાપ્તાહિક)
--રાંચી-ભાગલપુર
--માલદા-પટણા
--ગયા - ચેન્નાઈ (સાપ્તાહિક)
--લાલુના ગામ માટે પેસેન્જર ટ્રેન
--પુરી-દરભંગા એક્સપ્રેસ(સાપ્તાહિક)
ઘણું બધુ
ગુજરાત માટે અમદાવાદ-પાટણ નવી ટ્રેન
રેલવે ભાડાઓમાં ઘટાડો જાહેર કર્યો
રેલવે બજેટમાં આજે લાલુનું ભાષણ શરૂ..
આજે રેલવે પ્રધાન લાલુનું રેલ-બજેટ
બજેટમાં ચિદમ્બરની અગ્નિ પરીક્ષા
સૌરાષ્ટ્ર પ્રતિ રેલવેનું કાયમી ઓરમાયું વલણ