મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > બજેટ 2008
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બજેટમાં મહિલાઓને લાભ આપતા લાલુજી
W.DW.D

નવી દિલ્હી(એજંસી) કેન્દ્રિય રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે લોકસભાની 2009ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક લોભામણું બજેટ રજૂ કરતા મહિલા મુસાફરોનું ખાસ ધ્યાન રાખ્યું છે. સૌથી પહેલા લાલુએ સ્નાતક સુધીનો અભ્યાસ કરવા ઘરેથી કોલેજ જતી વિદ્યાર્થીનીઓને મફત માસિક પાસ આપવાની જાહેરાત કરી છે. તે સાથે સીઝન ટિકિટમાં આ વિદ્યાર્થીનીઓને 50 ટકા છૂટ આપવાની ઘોષણા કરી છે જ્યારે વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળશે પરંતુ માત્ર 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જ.

આ ઉપરાંત લાલુજીએ 60થી વધુ વર્ષની મહિલાઓને ભાડામાં 50 ટકાની છૂટ આપવામાં આવી છે. તે પછી એક નવી યોજનાની જાહેરાત કરતા લાલુએ પ્રસૂતિગૃહની સુવિધા સહિત માતા-બાળકને મેડિકલ સુવિધા માટે મધર ચાઈલ્ડ હેલ્થ એક્સપ્રેસની ઘોષણા કરી છે.

મહિલાઓને લાભ આપવાનું હજુ ચાલુ જ છે.. બજેટમાં મહિલા સ્ટાફનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. લાલુએ રેલવે પોલિસની ભર્તીમાં મહિલાઓને 5 ટકા કોટા અને ઉપનિરીક્ષકોની ભર્તીમાં મહિલાઓને 10 ટકા કોટા ફાળવવાની જાહેરાત કરી છે.
ઘણું બધુ
લાલુના રેલ બજેટ પર લોકોની પ્રતિક્રિયાઓ
ગુજરાતને નવી 6 ટ્રેન, ગરીબ રથ નહીં
ગુજરાત માટે અમદાવાદ-પાટણ નવી ટ્રેન
રેલવે ભાડાઓમાં ઘટાડો જાહેર કર્યો
રેલવે બજેટમાં આજે લાલુનું ભાષણ શરૂ..
આજે રેલવે પ્રધાન લાલુનું રેલ-બજેટ