મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > બજેટ 2008
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સમજો બજેટની ઝીણવટોને-આર્થિક સર્વેક્ષણ
બાહ્ય વ્યાપાર મોરચે ગુલાબી તસવીર રજૂ કરતાં આર્થિક સર્વેક્ષણ

PIB
આવતીકાલે લોકસભામાં નાણાકીય મંત્રી કેન્દ્ર સરકારના નવા વર્ષનુ બજેટ રજૂ કરશે. મોટાભાગે સામાન્ય લોકો એવુ સમજે છે કે બજેટ એ કોઈ અસામાન્ય અને એવો જટિલ વિષય છે કે જેને સમજવો એ તેમના સમજની બહાર છે. આ એક દુર્ભાગ્યની વાત છે કે છેલ્લા આઠ વર્ષોથી સરકારની નીતિઓ એવી કાંટાળી રહી કે બજેટ અને સામાન્ય માણસની સમજણ વચ્ચેનુ અંતર વધતુ જ ગયુ. બજેટ એ એક એવી નીતિ છે જેની અસર પ્રભાવિત વર્ગોની સાથે સાથે જનસાધારણ પર પણ પડે છે. તેથી બજેટ રજૂ થયા પછી પક્ષ અને વિપક્ષ બંનેના પ્રત્યાઘાતો આવે છે જેને કારણે સામાન્ય માણસ માટે બજેટ એક વધુ પેચીદો વિષય બની જાય છે. તેથી આ જરૂરી છે કે બજેટની ઝીણવટોને દરેક માણસ સમજે. બજેટના આંકડાં અને તેની ઘોષણાઓને જાણે. બાહ્ય વ્યાપાર મોરચે ગુલાબી તસવીર રજૂ કરતાં આર્થિક સર્વેક્ષણમાં સાવધાની વ્યક્ત કરવામાં આવી છે કે વૈશ્વિક, ખાસ કરીને અમેરિકામાં આવેલી આર્થિક મંદીની 2008-09માં ભારતના નિકાસ વિકાસ દર પર અસર પડી શકે છે. તેમાં રૂપિયો મોંઘો થતાં નિકાસકારોને રાહત પુરી પાડવા પણ જણાવવામાં આવ્યું છે.

તમે જાણતા ન હોય તો જાણો કે 'બજેટ' શબ્દનો ઉદ્દભવ ફ્રેંચ શબ્દ 'બુગેટ' પરથી થયો છે. મધ્યકાલીન યુગમાં ફ્રાંસન વેપારી જે બેગમાં મુદ્રા લઈ જતા હત, તેને બુગેટ કે ચામડાની બેગની સંજ્ઞા આપવામાં આવતી હતી. ધીરે ધીરે આ શબ્દ મોટા ભાગના દેશે અપનાવી લીધો.

બજેટ નવા વર્ષને લગતી કેન્દ સરકારની ઉપલબ્ધિઓ અને ખર્ચની સંપૂર્ણ તસ્વીર રજૂ કરે છે. આ બજેટનો આધાર હોય છે છેલ્લા બે વર્ષનુ બજેટ. એક તો ગયા વર્ષનુ બજેટ અને બીજુ ચાલુ વર્ષના આંકડા અને ત્રીજુ અનુમાન. બજેટને બે ભાગોમાં વહેંચવામાં આવે છે - રાજસ્વ બજેટ અને મૂડી ખાતુ. રાજસ્વ ખાતામાં કર અને કર સિવાયના સ્ત્રોતોથી થતી આવકો અને આ સ્ત્રોતોથી કરવામાં આવતા ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારેકે મૂડી ખાતામાં મૂડી આવકો, અને મૂડી-ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. રાજસ્વ ખાતામાં આવક ખાસ કરીને ઈંકમટેક્ષ, વસ્તુઓ અને સેવાઓ પર લાદેલા કરથી મળતી આવક હોય છે. મૂડી ખાતાની આવકોમાં સાર્વજનિક વિસ્તારના ઉપક્રમોને પહેલા આપવામાં આવેલ કર્જ અને અગ્રિમોની શુધ્ધ વસૂલી, શુધ્ધ બજાર, ઉધાર, બચત અને વિશેષ જમા આવકોનો સમાવેશ થાય છે. ટૂંકમા સરકારનુ રાજસ્વ ખાતુ સરકાર ચલાવવા માટે અને મૂડી ખાતુ મુખ્ય રીતે વિકાસને માટે ઉપયોગમાં લેવાય છે.

વાચકમિત્રો, તમને આ જાણીને નવાઈ લાગશે કે 1970ના દશકાના મધ્ય સુધી ચાલુ આવકો ચાલુ ખર્ચા કરતા વધુ હતી, જેના પરિણામ સ્વરૂપે ચાલુ ખાતામાં જે અતિરેક મૂડી પડી રહેતી હતી તેનો ઉપયોગ આર્થિક વિકાસની મૂડી વ્યવસ્થાને માટે કરવામાં આવતો હતો. પણ ત્યારબાદ રાજસ્વની તુલનામાં મૂડીમાં વધુ ઝડપથી વધારો થયો અને રાજસ્વ નુકશાન 1980-81ના 1710થી વધીને 2007-2008માં 71,480 કરોડ રૂપિયા થઈ ગયો.

મોટાભાગના સામાન્ય માણસનુ ધ્યાન સ્રરકારના ખર્ચ પર નથી જતુ. સામાન્ય રીતે સરકારી ખર્ચાઓને બે ભાગમાં વહેંચવામાં આવે છે - યોજના ખર્ચ અને બિન-યોજના ખર્ચ. ગેર-યોજના ખર્ચમાં રક્ષા ખર્ચ, સરકારી સેવાઓનુ વેતન વગેરે, સાર્વજનિક કર્જના વ્યાજ ચુકવણીની દોઢ લાખ કરોડની તે રાશિ નથી બતાવવામાં આવતી જે બોંડના રૂપમાં સરકારના કર્જનુ દાયિત્વ વધારતી જાય છે. બીજી તરફ વિકાસ ખર્ચાઓમાં ખેતી, ગ્રામીણ વિકાસ, સિંચાઈ, ઉર્જાનુ ઉત્પાદન, સામાજિક સેવા અને બીજા મુદ્દાઓનો સમાવેશ થાય છે. છેલ્લા પચાસ વર્ષથી બજેટના નાકની નથણીનુ વજન વધતુ જ જઈ રહ્યુ છે. 1989-90માં ગેરયોજના ખર્ચ 64500 કરોડ હતો, જે 2007-08માં 4 લાખ 75 હજાર 420કરોડ રૂપિયા થઈ ગયો. બીજી બાજુ યોજના ખર્ચમાં આ સમય દરમિયાન 28400 કરોડથી વધારી ફક્ત 2 લાખ 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.

સરકારી આવક-જાવકના લેખા જોખા સાથે તે અવધારણાઓનો પણ ઉલ્લેખ જરૂરી છે, જે મોટાભાગે નાણાકીય વ્યવસ્થા દર્શાવે છે. - જેવો કે રાજસ્વ નુકશાન, બજેટ નુકશાન અને પ્રાથમિક નુકશાન. રાજસ્વ ખાતુ તેને કહેવામાં આવે છે જે સરકારની બધી રાજસ્વ આવકો અને રાજસ્વ ખર્ચાઓના અતિરેક કે કમીને બતાવે છે. મતલબ રાજસ્વ ખાતુ = રાજસ્વ આવક - રાજસ્વ ખર્ચ. બજેટમાં નુકશાનનો અર્થ થાય છે બધી આવકો અને ખર્ચાઓનુ વિવરણ. બજેટમાં નુકશાન ત્યારે થાય છે જ્યારે કુલ ખર્ચાઓ કરતા કુલ આવકો ઘટી જાય છે. રાજકોષીય ખોટ સરકારના બધા સ્ત્રોતો પાસેથી ઉધારની આવશ્યકતાને બતાવે છે. આ સરકારની ઉપલબ્ધિઓ અને ખર્ચના અંતરને પણ બતાવવાની સાથે સાથે ઉધારની વાસ્તવિક સ્થિતિને પણ દર્શાવે છે.
W.DW.D

તાજેતરના વર્ષોમાં નાણામંત્રીએ નુકશાનની એક અવધારણા રજૂ કરી છે,જેને પ્રાથમિક ખોટ તરીકે ઓળખવામાં આવે છે. જેનુ સમીકરણ આ પ્રમાણે છે પ્રાથમિક ખોટ = રાજકોષીય ખોટ-વ્યાજ ચુકવણી. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં રાજકોષીય ખોટ ઝડપથી વધી રહી છે. 1988-89માં આ 27040 કરોડ હતો જે ચાલુ વર્ષના બજેટમાં એક લાખ 50 હજાર કરોડના બજેટ અનુમાનો કરતા પણ વધુ થઈ જશે. સરકાર ઉપર વ્યાજ ચુકવણી, સબસિડી વેતન વધારો અને પેંશન વધવાની જવાબદારી વધતી જાય છે. નાણામંત્રીએ નવા બજેટમાં છઠ્ઠા વેતન આયોગની સિફારીશના સંદર્ભમાં જોગવાઈ કરવી પડશે. સંસદમાં રજૂ કરવામાં આવેલા પૂર્વ બજેટ આર્થિક સર્વેક્ષણ અનુસાર વૈશ્વિક જીડીપી, વૈશ્વિક આયાત અને વિનિયન દરને ધ્યાનમાં રાખતાં 2008-09માં નિકાસ વિકાસ દર છેલ્લાં કેટલાંક વર્ષોની સરખામણીમાં ઘટે તેવી શક્યતા છે.

ભારતે એપ્રિલ-ડિસેમ્બર 2007માં 111 અબજ અમેરિકન ડોલરની નિકાસ કરી હતી. જો કે ગયા વર્ષે આ સમયગાળામાં ભારતે 160 અબજ અમેરિકન ડોલરની નિકાસ કરી હતી. બે બાબતો પર ખાસ કરીને ધ્યાન આપવાની જરુર છે. પહેલું તો અમેરિકામાં નિકાસ ઘટાડો થઈ રહ્યો છે અને કાપડ નિકાસ, ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન યુનિયન દેશોમાં નિકાસમાં ઘટાડો થયો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે નિકાસકારોને રાહતો આપવાની સાથે સાથે નિતિઓમાં બંધારણીય સુધારો કરવાની જરૂર છે.
ઘણું બધુ
નાણા પ્રધાન દ્વારા 28મીએ આર્થિક સર્વેક્ષણ
રેલવે બજેટમાં સૌરાષ્ટ્રને હળાહળ અન્યાય
બજેટમાં મહિલાઓને લાભ આપતા લાલુજી
લાલુના રેલ બજેટ પર લોકોની પ્રતિક્રિયાઓ
ગુજરાતને નવી 6 ટ્રેન, ગરીબ રથ નહીં
ગુજરાત માટે અમદાવાદ-પાટણ નવી ટ્રેન