મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > બજેટ 2008
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નાણા પ્રધાનનું આજે ચૂંટણીલક્ષી બજેટ
કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમનું આજે 7મું બજેટ
W.DW.D

નવી દિલ્હી (વેબદુનિયા) નાણાપ્રધાન પી. ચિદમ્બરમ આજે તેમનું સાતમું બજેટ રજૂ કરે છે. તેમણે પ્રથમ બજેટ 1996માં રજૂ કર્યું હતું. બજેટ અંગેની કોઇ પણ માહિતી લીક ન થાય તે માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. યુપીએ સરકારનું આ અંતિમ બજેટ હોવાથી સંપૂર્ણ ચૂટણીલક્ષી બજેટ હશે અને આ સાથે દેશવાસીઓને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ રહેલી છે. નાણાપ્રધાન તરીકે સૌથી વધુ બજેટ મોરારજી દેસાઇએ રજૂ કર્યા હતા. તેમણે આઠ વખત પૂર્ણ અને બે વખત વચગાળાના બજેટ રજૂ કર્યા હતા.

કોંગ્રેસી નેતાઓની દ્રષ્ટિએ મતદારોને લોભાવવા માટેની આ છેલ્લી તક છે. પરમાણીય મંત્રણાના મુદ્દે ડાબેરીઓ આડા ફાટે અને ચૂંટણીઓ વહેલી કરવી પડે એવી સંપૂર્ણ શકયતાઓ છે, પરંતુ ધારો કે કેન્દ્ર સરકાર યેનકેન પ્રકારેણ ટકી જાય તો પણ તકનિકી દ્રષ્ટિએ આવતા વર્ષનું ફેબ્રુઆરી 2009નું બજેટ વોટ ઓન એકાઉન્ટ હશે. આ દ્રષ્ટિકોણથી દિલ્હીના રાજકીય સૂત્રો કહે છે કે શુક્રવારે સંસદમાં રજૂ થનારું બજેટ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી હશે અને મતદારોના તૃષ્ટિકરણને કેન્દ્રમાં રાખી રજૂ કરશે. જેમાં ઠાલાં વચનો વધુ અને નક્કર યોજનાઓનો અભાવ રહેશે.

આ વખતે અર્થશાસ્ત્રી મનમોહનસિંઘ, ચિદમ્બરમ વિચારબેંક કામ નહીં લાગે, પરંતુ સોનિયા ગાંધીની પરિકલ્પનાનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ થશે. આ બજેટમાં ખેડૂતોને રાજી રાખવા સંખ્યાબંધ રાહતો, વ્યાજમુકત લોન, બિયારણની સારી ગુણવત્તા આપવાની વાત હશે, પરંતુ ખેડૂતોના દેવામાં સંપૂર્ણ માફીની શકયતાઓ જણાતી નથી. અલબત્ત વ્યાજમાં રાહતની સંભાવના જણાય છે. આ બજેટ ગ્રામિણલક્ષી હશે જયારે મઘ્યમવર્ગને રાજી રાખવા વ્યકિતગત આવકવેરામાં 80 સીની જોગવાઈ હેઠળ બચતની મર્યાદા લાખ રૂપિયાથી વધારીને દોઢ લાખ કરાશે. જેથી બચતમાં વધારો થાય પર્સનલ ટેકસ સ્લેબની મર્યાદામાં વધારો કરાશે.

બજેટના મુખ્ય અંશો --
-- ટેકસટાઇલ એન્ડ એપેરેલ પાર્કમાં ડયૂટી ડ્રોબેક રેટમાં એનહેન્સમેન્ટ. રૂપિયો મજબૂત થતાં એકસપોર્ટરોને થયેલા નુકસાન અંગે ખાસ "એકસપોર્ટર પેકેજ".
-- કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્ત વયમર્યાદા 60થી વધારીને 62 કરાશે.
-- સોફટવેર ટેકનોલોજી પાકર્સ ઓફ ઇન્ડિયાની જોગવાઈ 10એ, 10બીમાં પરિવર્તન. આ યોજનાની મર્યાદા માર્ચ 2009થી વધે એવી શકયતા નથી.
-- સ્પે. ઇકોનોમિક ઝોનમાં વધુ પ્રોત્સાહન ખાસ કરીને રોજગારી વધારવા આકર્ષક પેકેજ.
-- ઇન્ફ્રાસ્ટ્રકચરને વિકસાવવા 80 આઈએની જોગવાઈ અન્વયે ડાયરેકટ એન્ડ ઇનડાયરેકટ ટેકસમાં વધુ રાહતો.
-- કૃષિલક્ષી, ગ્રામિણ કલ્યાણ, આરોગ્યને લગતી સંખ્યાબંધ જાહેરાતો થશે.
-- શિક્ષણની સવલતો, શિષ્યવૃત્તિ, ઉરચશિક્ષણમાં લોન અને વ્યાજમાં રાહત.
-- વ્યકિતગત ટેકસ મર્યાદામાં દોઢ લાખ અને અઢી લાખના સ્લેબમાં વધારો થશે..
-- ગ્રાહકોને રાહત આપવા આવશ્યક ચીજવસ્તુ ધારા અન્વયેની અનેક આઇટમોમાં ડયૂટી ઘટાડાશે.
-- હાઉસિંગ લોનમાં રાહત, પ્રોત્સાહનની સ્કીમ.
-- કાળુ નાણું બહાર લાવવા સમાધાનકારી વલણ- એમનેસ્ટી યોજનાની નવી આવૃત્તિની સંભાવના.
-- મોરેશિયસ બ્રાન્ડ છટકબારીઓના છીંડા પૂરવા એફઆઈઆઈના શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ પર ટેકસ.
-- પર્યાવરણ સુધારાને પ્રોત્સાહન આપવા કાર્બન ક્રેડિટ, ગ્રીન બિલ્ડિંગ, કુલિંગ ટેકનોલોજીને પ્રોત્સાહન.
-- કોસ્ટલ એરિયા, ડેવલપમેન્ટ, પ્રાઇવેટ ફ્રેઈટ લિન્કેજ, શિપબિલ્ડિંગ જેવા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં ખાસ પેકેજ.
-- અલંગના શિપ બ્રેકિંગ ઉધોગને મૃત:પાય થતો અટકાવવા એકસાઇઝ ડયૂટીમાં બેથી ત્રણ ટકાનો ઘટાડો, જેથી આ ધંધો ચીન, જાપાન અને કોરિયામાં જતો અટકે.કોર્પોરેટ ટેકસમાંથી સરચાર્જ હટાવાશે.
-- કસ્ટમ, એકસાઇઝ, સર્વિસટેકસને કાયમ માટે અલવિદા કરવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસનું મોડેલ અપનાવવા પ્લેટફોર્મ ડેવલપ કરાશે.
-- ફ્રીંજ બેનિફિટ ટેકસમાં ઘટાડો, સર્વિસ ટેકસની જાળ વિસ્તારાશે..
-- ચૂંટણીના વર્ષમાં કરદાતાઓને રાહત અપાય તેવી શક્યતા.
-- ચૂંટણીના વર્ષમાં મધ્યમ વર્ગના મન અને મત જીતવાની કવાયતના ભાગરૂપે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં આવક વેરો ભરતાં લોકોને રાહતો આપે તેવી શક્યતા જાણવા મળી છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં વેરા વસુલાત નોંધપાત્ર રીતે વધી હોવાથી દેશના નાણા પ્રધાન પી ચીદમ્બરમ થોડી પણ નોંધપાત્ર રાહત આપે તેવી શક્યતા છે. 2007-08માં વેરા વસુલાતમાં ભારે વૃધ્ધિ થતાં નાણા મંત્રી વેરા દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે.

આવક વેરા મુક્તિ મર્યાદા રૂ.1,10,000થી વધારીને રૂ. 1,30,000 કરવામાં આવે તેવી શક્યતા છે. બરાબર એ જ રીતે 30 ટકા માટેની આવક વેરા મર્યાદા રૂ. 2,50,000થી વધારવામાં આવે તેવી પણ શક્યતા છે. નવી આવક વેરા સંહિતાની પણ બજેટમાં ઘોષણાં કરવામાં આવે તેવી શક્યતા છે.

નાણા મંત્રીએ આ પહેલાં કહ્યું હતું કે વેરા કાયદાઓ સરળ કરવાના ઉદ્દેશ્યથી ઘડાનાર સંહિતા અંગે જાહેર જનતાના અભિપ્રાયો લેવામાં આવશે. બજેટ એવુ હોય કે સામાન્ય માણસને બે ટાણું તો મળી રહે.. આર્થિક વિશેષજ્ઞો મુજબ સરકારનુ આગામી બજેટ રજૂ કરતી વખતે આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાન્ય માણસ ને ખેડૂતોને લાભ આપવાની સાથે સાથે અર્થવ્યવસ્થાના વિકાસની ગાડી પાટા પરથી ન ઉતરે તેનુ પણ ધ્યાન રાખવુ પડ્શે.

દિલ્લી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પ્રોફેસર ડો. આદિત્ય ભટ્ટાચાર્યએ કહ્યુ સામાન્ય લોકો લગભગ 5 થી 6 હજાર રૂપિયા કમાવે છે, તેમને માટે મુખ્ય મુદ્દો રોટલો, દાળ, ચોખા, શાક વગેરેની પૂર્તિ થવાનો છે. આ સામાન્ય માણસને ઈંકમટેક્સ, શેર બજાર, કંપનીઓન ગઠજોડ, નૈનો કાર વગેરે સાથે કોઈ ખાસ મતલબ નથી.

તેમણે કહ્યુ કે લોટ જો 16 થી 20 રૂપિયા કિલો છે અને લસણ 150 રૂપિયા કિલો છે તો સામાન્ય માણસ તો ચટણી રોટલી થી પણ ગયો. છેલ્લા ઘણા સમયથી મુદ્રાસ્ફીતિનો દર ચાર થી પાઁચ ટકાની વચ્ચે રહેલો છે તો સામાન્ય માણસને માટે મોંધવારી મુખ્ય મુદ્દો છે.

વિશ્લેષકોનુ કહેવુ છે કે સામાન્ય લોકોને લાગે છે કે બજેટ ફક્ત કોર્પોરેટ કંપનીઓ અને મોટા લોકો માટે જ બને છે અને સામાન્ય લોકો માટેના ફાયદા આમા ઓછા હોય છે. સામાન્ય લોકો માટે બજેટમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે આમાં સામાજિક યોજનાઓ પર કેટલો ખર્ચ કરવામાં આવે છે.

ભટ્ટાચાર્યએ કહ્યુ કે ખેતીના ક્ષેત્રમાં 3.8 ટકાની ગતિમાં વધારાની આશા કરવામાં આવી છે. જો કે આ દરમિયાન ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધાર જોવા નથી મળ્યો.

ભટ્ટાચાર્યનુ કહેવુ છે કે શહેરોમાં લોકોને ક્રેડિટ કાર્ડ માટે સતત ફોન આવતા રહે છે, પણ ખેડૂતો અને ગામના લોકોને તો કદી આવો કોલ નથી આવતો. જો કે સરકારનુ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવુ એ એક ઉચિત પગલું છે.
ઘણું બધુ
દેશનું આર્થિક સ્વાસ્થ્ય સારૂ નથી-ડાબેરીઓ
9 %નો વિકાસ દર પ્રાપ્ત કરીશું - ચીદમ્બરમ
સમજો બજેટની ઝીણવટોને-આર્થિક સર્વેક્ષણ
નાણા પ્રધાન દ્વારા 28મીએ આર્થિક સર્વેક્ષણ
રેલવે બજેટમાં સૌરાષ્ટ્રને હળાહળ અન્યાય
બજેટમાં મહિલાઓને લાભ આપતા લાલુજી