અમદાવાદ(એજન્સી) ફાઈનાન્સ મિનીસ્ટર પી. ચીદમ્બરમ આજે સંસદમાં સામાન્ય બજેટ રજુ કરશે. અબજો સામાન્ય જનતાની નજર વર્ષ 2008-09ના બજેટ તરફ છે. આ વખતનુ બજેટ પ્રજાલક્ષી હશે કે પછી ચુંટણી લક્ષી તે કલાકોમાં બહાર આવી જશે. આર્થિક વૃદ્ધી દર, ઔધોગિક વિકાસ દર, સેવાક્ષેત્ર વિકાસ દર અને ખેતી વિકાસ દર કેટલો રહેશે તે તરફ જાણકારોએ અનેક ધારણાઓ રજુ કરી છે.
પરંતુ સાત-સાત વખત બજેટ રજુ કરવાનો બહોળો અનુભવ ધરાવતાં પી. ચીદમ્બરમની યોજનાઓનો કળ કાઢવો ખુબ જ મુશ્કેલ છે. જ્યારે આ લખાઈ રહ્યુ છે ત્યારે દેશનુ સામાન્ય બજેટ રજુ કરવા માટે પી. ચીદમ્બરમ સંસદમાં પહોંચી ગયા છે અને પોતાના લાક્ષણીક અંદાજમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, બજેટ જાહેર થતાં પહેલા શેરબજારનો સેન્સેક્સ 120 પોઈન્ટ તુટી ગયો હતો. હવે તુટી રહેલા શેરબજારને બજેટની સકારાત્મકતા ટેકો આપે છે કે પછી બજેટ રોકાણકારોના ડરને વધારવા વાળુ છે તે જોવુ જ રહ્યુ.
|