મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > દિલ્હી બન્યુ ટારગેટ... > બોમ્બ મુકનારા જલ્દીમાં હતા-સાક્ષી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બોમ્બ મુકનારા જલ્દીમાં હતા-સાક્ષી Search similar articles
પોલીસ સમક્ષ બુરખામાં હાજર થઈ
ભાષા

દક્ષિણી દિલ્હીમાં મહરૌલી વિસ્તારમાં મોટરસાયકલ પર આવેલા અને બોમ્બ રાખનારા બે યુવકોને જોયા હોવાનો દાવો કરનારી એક મહિલાએ આજે કહ્યું હતું કે આ યુવાનો ખુબ જલ્દીમાં મોટરસાયકલ ચલાવતાં હતાં, અને તેણે ધીમે ચલાવવા પણ જણાવ્યું હતું.

આયશા ખાન નામની યુવતિએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે મોટરસાયકલ પર સવાર બે યુવકોએ અમને ઓવરટેક કર્યા, ત્યારે મેં તેમને ધીમે ચલાવવાની ટકોર કરી, કે જેથી તે કોઈ વ્યક્તિને ટક્કર ન મારી દે. તેથી મોટરસાયકલની પાછળ બેઠેલા યુવાને કહ્યું કે અમે જલ્દીમાં છીએ.

પોતાના પતિની પાછળ બેઠેલી આયેશાએ તેનાં જવાબમાં યુવકોને કહ્યું હતું કે તમારે તો પ્લેન ઉડાડવું જોઈએ.

આયેશાએ દાવો કર્યો કે તેના બાદ તે આગળ વધ્યા હતાં. અને, થોડીવાર બાદ બોમ્બ ધડાકાનો અવાજ સંભળાયો હતો.
ઘણું બધુ
આખરે શું છે આ વૉઈસ ઓવર પ્રોટોકોલ ટેકનિક?
મુંબઈમાં ત્રણે રાજ્યોની પોલિસના છાપા
દિલ્લી પોલિસે શંકાસ્પદોના સ્કેચ જાહેર કર્યા
તૌકીર દોષી હોય તો ફાંસી આપો-માતા
તૌકીર નાસી છુટયો !
પાંચ આતંકવાદીઓ હોવાની આશંકા