આપણે એક ગુજરાતીમાં મિત્રતા માટે ખુબ જ પ્રખ્યાત કહેવત છે કે -
મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય. સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય.
મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે? મિત્ર એટલે-
- જેમાં તમે તમારુ પોતાનું પ્રતિબીંબ જોઇ શકો. મિત્રએ તમારો અરીસો છે.
- એક સારો મિત્ર જો તમારી જોડે હશે તો તમારે હજારો સંબંધીઓની પણ જરૂર નથી.
- કોઇ પણ માણસ નકામો નથી જો એ કોઇનો સારો મિત્ર હોય તો.
- મિત્રો એટલે બે શરીર અને એક આત્મા.
- અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મિત્ર સાથે ચાલવું વધું સારુ.
- કઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઇને આપણું દુખ સમજી જાય તે મિત્ર.
- સાત સમુદ્ર પાર હોય છતાં પણ આપણા દુખને અનુભવી શકે તે મિત્ર.
- આપણી સફળતા જોઇને આપણા કરતાં પણ વધું ખુશ થાય તે મિત્ર. - મિત્ર એક ગુલાબ એક ગુલાબ છે તે તમારા જીવનને તેની સુગંધથી ભરી દે છે.
- અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર.
- મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.
- કોઇ પણ ઇચ્છાને કહ્યા વિના પુરી કરી દે તે મિત્ર.
- તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર.
- તમારા આંખમાંથી કદી પણ આંસુનું એક ટીપું પણ પડવા ન દે તે મિત્ર.
- દુખમાં પણ હંમેશા તમારી આગળ ચાલે તે મિત્ર.
- મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો.
- પ્રેમ આંધળો હોય છે પરંતુ મિત્રતાને તો આંખો હોય છે.
|