| હોળી એ રંગોનો અને કેસુડાથી રંગાઈ જવાનો તહેવાર છે, એક બીજા પર ગુલાલ છાંટીને પિચકારીઓ ફેકી આનંદ મનાવવાનો તહેવાર છે પરંતુ આજના જમાનામાં હોળીમાં વપરાતા રંગો એ આનંદ નહી પરંતુ ઘાતક રંગો છે. જયારે પ્રોસેસ વગરનાં રંગોમાંથી લેડ ઓકસાઇડ, કોપર સલ્ફેટ, મરકયુરી સલ્ફાઇડ, સીલિકા, એસ્બેસ્ટોસ જેવાં તત્ત્વો છૂટાં પડે છે, જેથી આ રંગો ચામડી સાથે એવાં ચીપકી જાય કે ચાર દિવસ સુધી પીછો છોડતા નથી, પર્વનાં ઉન્માદમાં આ રંગોથી વ્યકિતનાં આંખ, નાક અને ચામડી જેવાં અંગો પર ઘાતક અસર થવાથી કેટલાંક લોકો અસાઘ્ય બીમારીનો ભોગ પણ બની શકે છે... |