કોઇ નાનો મોટો વ્યવસાય શરૂ કર્યા બાદ કેટલા સમય સુધી તેની બેલેન્સ શીટ ના તપાસે. એક મહિનો, બે મહિના, ત્રણ મહિના...વધુમાં વધુ એક વર્ષ....બે વરસ...પછી શુ? ગમે તેવો બિઝનેશમેન પણ પોતાની બેલેન્સશીટ તપાસવા બેસી જ જાય. અને આટલા સમયમાં શુ મેળવ્યું એના આંકડા લગાવે.આપણા સૌની પણ આવી જ એક ફરજ છે. જે આપણે સૌ અકબરી લોટાની જેમ વિસરી ગયા હોય તેમ લાગે છે. ભારતરૂપી દુનિયાના સૌથી મોટા લોકતંત્રની આજે આપણે સૌ દેશવાસીઓ 61મી સ્વતંત્રતાની વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યા છીએ ત્યારે આઝાદીના છ-છ દાયકા સુધી આપણે શુ મેળવ્યું, શુ ગુમાવ્યું? એ જોવાની આપણી નૈતિક ફરજ નથી?
|