સરકાર પડી જશે થોડી એવી બોલબાલા છે એવુ લાગે છે કે સરકાર ગરબડિઓની શાળા છે.
શાસનની કૃપા દ્રષ્ટિથી જ ગુંડાઓની આંગળી ઘી માં છે પણ લોકોના નસીબમાં તો એ જ સૂકો રોટલો છે.
કદી જે બે ટંક રોટલી માટે તરસતા હતા તે આજે નાયક છે હવે તેમના જ ટેબલ પર વ્હિસ્કી,ચિકનના પ્યાલા છે.
શાસન જે પહેલા કદી જનસેવકોની કર્મશાળા હતી તે હવે અપરાધિઓ માટે ધર્મશાળા છે
કોણ ઈચ્છે છે આજે દેશનુ ભલુ કોણ જાણે સૌને નેતા બનીને પૈસો કમાવવાની જ ઘેલછાં છે
|