સ્ત્રી માના રૂપે બાળકની ગુરૂ છે. બાળક જ્યારે જન્મ પછી બોલતાં શીખે છે તો તેના મુખમાંથી સૌથી પહેલો શબ્દ નીકળે છે માઁ. બાળકના મોઢેથી નીકળેલ આ શબ્દ માત્ર શબ્દ નથી હોતો ' સુફળ ' છે તે માતા દ્વારા પોતાના બાળકને નવ મહિના સુધી પોતાના ઉદરમાં રાખવાનું અને તેની પ્રસવ પીડા સહન કરવાનું. માતાને જે અનુભવ થાય છે તે બાળકના જીવન પર પ્રભાવ પડે છે. માતા દ્વારા જ તેને સંસ્કાર મળે છે. માતાના ઉચ્ચારણ અને ભાષાથી જ તે ભાષા-જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ ભાષા-જ્ઞાન તેના સંપૂર્ણ જીવનનો આધાર હોય છે. આ જ નીવ પર બાળકની શિક્ષા-દીક્ષા તથા સંપૂર્ણ જીવનની યોગ્યતાનો મહેલ ઉભો કરે છે. માતાનું કર્તવ્ય ફક્ત બાળકના પાલન પોષણ સુધી જ સીમિત નથી... |