નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્યુઆરી, 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું. જન ગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્યવિધાતા& પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ& વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ& તવ શુભ નામે જાગે& તવ શુભ આશીષ માંગે& ગાહે તવ જયગાથા જન ગણ મંગલદાયક જય હે, ભારત ભાગ્યવિધાતા& જય હે& જય હે& જય હે& જય જય જય જય હે&!
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.
|