મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > પ્રજાસત્તાક દિન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
કલ્યાણી દેશમુખ

W.D
શીદ ભારતવાસી કહેવાતા શરમ કરીએ
જેવો છે એવો દેશ છે આપણો કેમ ન ગર્વ કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ

ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએ
પોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ

જ્યા નારી પૂજાય છે દેવીના રૂપે તેને વંદન કરીએ
નહી મળે આવી સંસ્કૃતિ, આના સંસ્કારો માથે ધરીએ
ભારતવાસી હોવાનુ આવો ગૌરવ કરીએ

કોઈ કહે આપણા દેશ વિશે ખરાબ તો કેમ નરમ રહીએ
દેશ-પ્રેમની તાકત બતાવી તેમનુ મસ્તક ઝુકાવીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ

જ્યાં રામ-રહીમ વસે છે, જ્યાં નાનક-જીજસના બંદા હસે છે
તે પાવન ધરતીને શીશ ઝુકાવી વંદન કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
ઘણું બધુ
હું અહિંસાત્મક ક્રાંતિથી ખુશ નહોતો -મૌલાના આઝાદ
'વંદે માતરમ્' સંસ્કૃત નહીં સંસ્કૃતિ છે.
માનવીય અવકાશી મિશનની કલ્પના
ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને વિકાસ
માઉંટ બેંટનને ગાંધીજીનો પત્ર
આપણા રાષ્ટ્રીય પ્રતીકો