સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ:...
હે આદ્ય ગુરૂ શંકર પિતા નટરાજ રાજ નમો નમ:...
ગંભીર નાદ મૃંદંગના ધબકે ઉરે બ્રહ્માડના નિત હોત નાદ પ્રચંડના નટરાજ રાજ નમો નમ:...
શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદબ્રહ્મ જ્યોતિ લલાટ માં વિષનાગ માલા કંઠ માં નટરાજ રાજ નમો નમ:... તવશક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજીતા ચહુ વેદ જ્ઞાન સંહિતા નટરાજ રાજ નમો નમ:...
|