લંડન. હિન્દુ ધર્મશાસ્ત્રોનાં અનુસાર પૃથ્વીની ઉત્પત્તિના સમયે નીકળેલ પહેલી ધ્વની હતી ॐ જેને આકાશ, પાતાળ અને ધરતી સહિત સમસ્ત જગતને ગુંજતું કરી દીધું હતું.
આ પવિત્ર ધ્વનિની મહિમા અને તેના પ્રભાવને આજે આખી દુનિયા માની રહી છે.
અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં ॐ નાં માધ્યમથી ફ્ક્ત શારીરિક વિકાર જ દૂર નથી થતો પરંતુ નશાની લતમાં ડૂબેલા યુવાનોને પણ સાચી રાહ પર લાવવા માટે આ પવિત્ર ધ્વનિનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
હમણાં જ બ્રિટનનાં એક સાયન્સ જરનલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં સ્પષ્ટ રૂપથી ॐ નું મહત્વ સ્વીકારવામાં આવ્યું હતું. ચિકિત્સા વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે ઘણી આંતરીક બીમારીઓ કે જેનો ઇલાજ આજ સુધી આજ સુધી મેડીકલ સાયન્સમાં પણ ઉપલબ્ધ નથી તે રોગોમાં ફક્ત ॐ ના જાપથી જ આશ્ચર્યજનક ફાયદો જોવા મળ્યો છે. ખાસ કરીને પેટ, મગજ અને હદયને લગતી બિમારીઓમાં ॐનું મંત્રોચ્ચારણ રામબાણ ઇલાજ સાબિત થયો છે.
પરીક્ષણ કેવી રીતે કર્યું:- રિચર્ડ અને એક્સપેરીમેંન્ટ ઇંસ્ટીટ્યુટ ઓફ ન્યૂરોસાઇંસનાં પ્રમુખ પ્રો. જે. મોર્ગન અને અન્ય સહયોગીઓ દ્વારા સાત વર્ષથી હિન્દુ ધર્મ પ્રતિક ॐના પ્રભાવોનું અધ્યયન કરવામાં આવી રહ્યું હતું. આ વચ્ચે તેઓએ મગજ અને હદયની અલગ અલગ બિમારીઓથી પીડાતા 2500 પુરૂષો અને 2000 મહિલાઓ પર પરિક્ષણ કર્યું હતું.
આ બધા દર્દીઓને ફક્ત તે દવાઓ જ આપવામાં આવી હતી જે તેઓનું જીવન બચાવવા માટે ઉપયોગી હતી બાકીની બધી જ દવાઓ બંધ કરી દેવાઇ હતી. દરરોજ આ લોકોને સવારે 6 થી 7 એક કલાક માટે સાફ, સ્વચ્છ અને ખુલ્લા વાતાવરણમાં યોગ્ય પ્રશિક્ષકો દ્વારા ॐ નો જાપ કરાવવામાં આવ્યો.
આ વચ્ચે તેઓને અલગ અલગ ધ્વનિઓ અને આવૃત્તિઓમાં ॐ નો જાપ કરવાનું કહ્યું. દર ત્રણ મહિને મગજ અને હદય સિવાય આખા શરીરનું સ્કેનીગ કરવામાં આવ્યુ. ચાર વર્ષ સુધી સતત આવું કર્યા બાદ રિપોર્ટ મળ્યો તે ચોકાવનાર હતો.
લગભગ 70 ટકા પુરૂષો અને 82 ટકા મહિલાઓમાં ॐ નો જાપ શરૂ કરતા પહેલાં બિમારીની જે સ્થિતિ હતી તેમાં 90 ટકા સુધીનો ધટાડો જોવા મળ્યો.
જ્યારે ॐ ના જાપની ઘણા લોકો પર દસ ટકા જ અસર થઇ હતી. આનું કારણ જણાવતાં પ્રો. મોર્ગને જણાવ્યું હતું કે જે લોકોને વધું ફાયદો નથી થયો તેઓની બિમારી છેલ્લી અવસ્થા સુધી પહોચી ગઇ હતી. એટલા માટે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ શક્યા ન હતાં.
આ સિવાય એક બીજો મહત્વપૂર્ણ પ્રભાવ પણ સામે આવ્યો નશાથી મુક્તિનો. નશાની લત લાગેલ લોકોને પણ નિયમિત રૂપે ॐ ના જાપથી નશાની લત દૂર થઇ ગઇ હતી. પ્રો. મોર્ગને સુલજાવ આપ્યો છે કે સ્વસ્થ વ્યક્તિ દરરોજ ॐ ના જાપ દ્વારા બિમારીઓને દૂર રાખે શકે છે.
કેવી રીતે થયો ફાયદો:- પ્રો. મોર્ગન જણાવે છે કે અલગ અલગ આવૃત્તિઓ અને ધ્વનિઓના ઉતાર ચડાવને કારણે ઉત્પન્ન થનાર કંપનો મૃત કોષીકાઓને ફરીથી જીવીત કરે છે અને નવી કોશીકાઓનું નિર્માણ કરે છે. ॐ ના જાપથી માથાથી લઇને નાક, ગળુ, હદય અને પેટમાં તીવ્ર તરંગોનો સંચાર થાય છે.
આ કારણે આખા શરીરમાં લોહીનો સંચાર પણ વ્યવસ્થીત થાય છે. વધુ પડતી બિમારીઓ લોહીની ખરાબીને કારણે ઉત્પન્ન થાય છે એટલા માટે ॐ નો જાપ લોહીની ખામીઓને દૂર કરીને શરીરમાં સ્ફૂર્તિ લાવે છે.
|