મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > ટારગેટ મુંબઇ > આંતકીઓએ 80 બંધકોને ફુંકી માર્યા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આંતકીઓએ 80 બંધકોને ફુંકી માર્યા
તાજ હોટલમાં મોતનું તાંડવ
વેબ દુનિયા

દેશના આર્થિક પાટનગર મુંબઇમાં ગત રાતે વિવિધ સ્થળોએ બોમ્બમારો તથા ગોળીબારી કર્યા બાદ હોટલ તાજમાં સંતાઇ ગયેલા આતંકીઓએ 60થી80 જેટલા બંધકોને ફુંકી માર્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

મુંબઇની પાચ તારક તાજ હોટલમાં સંતાઇ ગયેલા આતંકીઓને ઝડપી લેવા માટે મુંબઇ પોલીસ તથા સેનાના જવાનો રાત દિવસ એક કરી રહ્યા છે ત્યારે આતંકીઓએ હોટલમાં બંધક બનાવેલા 60થી80 લોકોને ગ્રેનેડ તથા ગોળીબારી કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું બહાર આવ્યું છે. મૃતકોમાં 5 હોટલના રસોઇયા, 17 કર્મચારીઓ તથા અન્ય સહેલાણીઓનો સમાવેશ થાય છે.

વિદેશી આતંક
હોટલ તાજમાં સંતાઇ નિર્દોષ વ્યકિતઓને મોતને ઘાટ ઉતારનાર આતંકીઓ વિદેશી હોવાનું હાલના તબક્કે બહાર આવ્યું છે. પોલીસ તથા જવાનો આ આતંકીઓને ઝબ્બે કરવા માટે ઓપરેશન કરી રહ્યા છે.

સમુદ્રી માર્ગે આવ્ય
મુંબઇને ઘમરોળનાર આંતકીઓ વિદેશી હોવાનું તથા સમુદ્રી માર્ગે દેશમાં આવ્યા હોવાનું જાણવા મળે છે. કરાંચીથી ગુજરાતના માર્ગે આ આતંકીઓ મુંબઇ આવ્યા હતા.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મનમોહનસિંહે આપાતકાલિન બેઠક બોલાવી
દેશની પ્રતિષ્ઠા ઉપર હુમલો છે - મોદી
ડૈક્કન મુઝાહીદ્દીને હુમલા કર્યા !
મુંબઇમાં શાળા, કોલેજો, શેરબજાર બંધ
મુંબઇ એટીએસને ભારે આઘાત
આતંકીઓ સમુદ્રનાં રસ્તે શહેરમાં પ્રવેશ્યા