જ્યારે હું તારા આંગણમાં એક ફૂલની જેમ ખિલ્યો તુ જોઈને મને જીવતી હતી મારા આંસુ પીતી હતી માં ઓ માં ક્યારેક ડરીને હુ સંતાઈ જતો હતો તારા પાલવમાં ખુશીયોના બધા રંગ જોતો હતો તારા પાલવમાં મારા માટે તુ જ આખી દુનિયા છે
તારા માટે તુ જ આખી દુનિયા હતી તારા ખોળામાં જ મારી બધી ખુશીઓ છે આજે હુ ગૂંચવાયો છુ જીવનના સંઘર્ષોમાં પણ આ તપતી ગરમીમાં પણ માં તારો કોઈ આશીર્વાદ વાદળ બનીને મારા રસ્તે અથડાય છે' અને આજે પણ બધી ચિંતાઓ વચ્ચે મને એ ખુશીઓ આપી જાય છે માં ઓ માં |