બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મુંબઇને પોલીસે બચાવ્યું !

આતંકીઓ નવરાત્રિમાં 21 બ્લાસ્ટ કરવાના હતા

દેશમાં ફેલાયેલા આતંકીઓના નેટવર્ક સાથે નવરાત્રિ દરમિયાન મુંબઇમા બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો મુંબઇ પોલીસે આજે પર્દાફાશ કર્યો છે. મુંબઇ પોલીસે 20 આતંકીઓની ધરપકડ કરી કેટલીય ચોંકાવનારી વિગતો સોમવારે સાંજે પત્રકારો સમક્ષ જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ધરપકડ કરાયેલા આ શખ્સો ઇન્ડિયન મુઝાહિદ્દીન સાથે જોડાયેલા છે.

અમદાવાદ, સુરત, અને દિલ્હીમાં થયેલા સિરીયલ બ્લાસ્ટનું ષડયંત્ર કરનાર આતંકવાદીઓમાંથી 20 જેટલા આતંકવાદીઓને દેશભરમાંથી પકડી પાડવામાં આવ્યા છે. જેમાંથી પૂણેમાંથી 8 અને કર્નાટકમાંથી 4 આતંકવાદીઓની ગિરફ્તારી કરવામાં આવી છે. પકડવામાં આવેલા આ તમામ ઉગ્રવાદીઓ ભણેલા ગણેલા છે. તેમજ આ તમામે બ્લાસ્ટ પહેલા ટ્રેનિંગ લીધી હતી. આ ટ્રેનિંગ તેમણે રિયાઝ ભટકલના બંગલામાં લીધી હતી. જે હાલમાં ફરાર છે, જેની સાથે સાથે તેનો ભાઈ ઈકબાલ ભટકલ પણ ફરાર છે.

અત્યાર સુધી થયેલા બ્લાસ્ટમાં મેલ કરનાર આરિફ શેખની પૂણેથી ધરપકડ કરવામાં આવી છે. જે ક્મ્પ્યુટર માસ્ટર છે. જ્યારે ટાઈમર બોમ્બ બનાવનાવાર મોહમ્મદ અતીકની પણ ધરપકડ કરવામાં આવી છે. પૂણેમાંથી પકડાયેલા આઠ આતંકવાદીઓ પાસેથી 4 લેપટોપ કબ્જે કરવામાં આવ્યા છે.

આ આતંકવાદીઓને પકડી મુંબઈ પોલીસે એક મોટી હોનારત થતા અટકાવી છે. કારણ કે આ આતંકવાદીઓએ નવરાત્રિના સમયમાં મુંબઈમાં 21 જગ્યાએ ધડાકાઓ કરવાના સડયંત્રની પોલ પોલીસે ઉઘાડી પાડી છે.