શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2023 (08:08 IST)

આંધ્રપ્રદેશ રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત, માનવ ભૂલને કારણે બંને ટ્રેનો ટકરાઈ

આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં રવિવારે (29 ઓક્ટોબર) બે પેસેન્જર ટ્રેનો ટકરાઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરો ઘાયલ થયા છે.

રેલ્વેએ જણાવ્યું છે કે વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેને વિઝિયાનગરમ જિલ્લાના કંટકાપલ્લે ખાતે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે તેના ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત પાછળનું કારણ માનવીય ભૂલ હોવાનું કહેવાય છે.
 
શું છે સમગ્ર મામલો?
વિશાખાથી પલાસા જતી સ્પેશિયલ પેસેન્જર ટ્રેનને સિગ્નલના અભાવે કોઠાવલાસા ડિવિઝનમાં અલામંદા-કંટકાપલ્લીના પાટા પર રોકી દેવામાં આવી હતી. તે જ સમયે પાછળથી આવતી વિશાખા-રાયગડા ટ્રેન પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી.
 
રેલ્વે બોર્ડ ગ્રુપમાં ડીઆરએમ સૌરભ પ્રસાદે ટ્રેન દુર્ઘટના વિશે માહિતી આપી હતી. પાટા પરથી ઉતરી જવાની ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. ડીઆરએમએ જણાવ્યું કે બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ અકસ્માતમાં 3 કોચ પાટા પરથી ઉતરી ગયા છે.
 
આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. ટ્રેનની અથડામણને કારણે ઘટનાસ્થળે જ વીજ વાયરો તૂટી ગયા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. અંધારાના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘટના સ્થળે સ્થિતિ ગંભીર છે.