રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 31 ડિસેમ્બર 2023 (16:11 IST)

IIT-BHUની વિદ્યાર્થિની પર ક્રૂરતા ગુજારવા બદલ 3 આરોપીની ધરપકડ, બંદૂકની અણીએ તેના કપડાં ઉતાર્યા બાદ સામૂહિક બળાત્કાર

ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવ્યાં - યુપીના વારાણસીમાં IIT BHUની વિદ્યાર્થીની સાથે ગેંગરેપના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. લગભગ બે મહિના પછી પોલીસે IIT-BHUની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં ભેલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારની બ્રિજ એન્કલેવ કોલોનીમાં રહેતો કુણાલ પાંડે, આનંદ, બાજરડીહાના જીવધિપુરનો રહેવાસી સક્ષમ પટેલ છે. પોલીસે ઘટનામાં વપરાયેલી બાઇક પણ કબજે કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે અને ઘણા મોટા નેતાઓ સાથે તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
 
આપને જણાવી દઈએ કે IIT-BHUમાં 1 નવેમ્બરની રાત્રે કેમ્પસમાં સ્થિત કરમણવીર બાબા મંદિર પાસે, બુલેટ સવાર ત્રણ યુવકોએ એક વિદ્યાર્થિનીને બંદૂકની અણી પર તેના કપડાં ઉતાraavyaa હતા. તેઓએ વિદ્યાર્થિનીને ચુંબન કર્યું અને તેની સાથે ગેંગરેપ કર્યો અને પછી તેનો વીડિયો પણ બનાવ્યો.
 
આ હતો મામલો…
તમને જણાવી દઈએ કે, 1 નવેમ્બરના રોજ, IIT-BHUના મેથેમેટિકલ એન્જિનિયરિંગ વિભાગમાં B.Techની એક વિદ્યાર્થીની ન્યૂ ગર્લ્સ હોસ્ટેલમાંથી રાત્રે લગભગ 1.30 વાગ્યે ફરવા માટે નીકળી હતી. જ્યારે તે કેમ્પસમાં ગાંધી સ્મૃતિ છાત્રાલયના ચોક પર પહોંચી ત્યારે તેણીને તેનો મિત્ર ત્યાં મળ્યો. બંને કરમન વીર બાબા મંદિર પાસે પહોંચ્યા હતા. ત્યારે પાછળથી બુલેટ સવાર ત્રણ યુવકો આવ્યા અને વિદ્યાર્થી અને તેના મિત્રને રોક્યા. થોડા સમય પછી મિત્રને ત્યાંથી દૂર મોકલી દેવામાં આવ્યો.
 
વિદ્યાર્થિનીએ પોલીસને આપેલી ફરિયાદમાં લખ્યું છે કે યુવકે તેણીને મોઢુ દબાવીને એક ખૂણામાં લઈ ગયો હતો. પહેલા કિસ કરી, પછી કપડા ઉતારી, વીડિયો અને ફોટા બનાવ્યા અને રેપ કર્યો. જ્યારે પીડિતાએ બૂમો પાડવાનું શરૂ કર્યું તો યુવકે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. એટલું જ નહીં તે યુવકોએ પીડિતાનો ફોન પણ લઈ લીધો હતો.