રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 14 એપ્રિલ 2020 (10:35 IST)

Modi Lockdown Speech LIVE: દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની પીએમ મોદીએ કરી જાહેરાત

Modi Corona Lockdown Speech Live Update: દેશભરમાં ચાલી રહેલ કોરોના કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  દેશવ્યાપી લોકડાઉનના 21માં દિવસે એટલે કે આજે મંગળવારે રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે દેશ સંપૂર્ણ મજબૂતીથી કોરોના વાયરસ સામે લડી રહ્યુ કહ્હે.   જે રીતે દેશવ્યાસીઓએ ત્યાગ અને તપસ્યાનો પરિચય આપ્યો છે. તે કોરોના વિરુદ્ધની લડાઈમાં મહત્વનુ છે. આ પહેલા પ્રધાનમત્રીએ  કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 24 માર્ચે 21 દિવસીય દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી, જેનો સમયગાળો મંગળવારે સમાપ્ત થાય છે.
 
PM Modi Corona Lockdown Speech LIVE:
 
 
દેશને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે મારા વહાલા દેશવાસીઓને નમસ્તે, કોરોના વૈશ્વિક રોગચાળા સામે ભારતની લડત ખૂબ જ જોર સાથે આગળ વધી રહી છે. હજી સુધી, તમારા બધા દેશવાસીઓની તપસ્યા, તમારા બલિદાનને કારણે, ભારત અત્યાર સુધીમાં કોરોનાને કારણે થયેલા નુકસાનને મોટા પ્રમાણમાં ટાળી શક્યું છે. તમે પણ કષ્ટ સહન  કરીને તમારા દેશનો બચાવ કર્યો છે. આપણે આપણા આ ભારતને સાચવ્યું છે. હું જાણું છું કે તમને કેટલી સમસ્યાઓ થઈ છે. કેટલાક લોકોને ખાવામાં તકલીફ પડે છે, કેટલાકને આવતા-જતા તકલીફ પડે છે, તો કેટલાક પરિવારથી દૂર હોય છે, પરંતુ તમે દેશની રક્ષા માટે શિસ્તબદ્ધ સૈનિકની જેમ તમારી ફરજ બજાવી રહ્યા છો. હું તમને બધાને આદરપૂર્વક સલામ કરું છું.

લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું
 
- પીએમ મોદીએ કહ્યું કે મારા બધા દેશવાસીઓને મારી વિનંતી છે કે હવે કોરોનાને આપણે કોઈ પણ કિંમતે નવા વિસ્તારોમાં ફેલાવવા દેવાનો નથી. જો એક પણ દર્દી સ્થાનિક સ્તરે વધે છે, તો આ આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. તેથી આપણે હોટસ્પોટ્સ વિસ્તારોની વિશે ખૂબ કાળજી લેવી પડશે. 
જે સ્થાનોના હોટસ્પોટ્સમાં રૂપાંતરિત થવાની અપેક્ષા હોય તેવા સ્થળો પર આપણને નિકટથી નજર રાખવી પડશે. નવા હોટસ્પોટ્સનું બનવુ આપણા પરિશ્રમ અને આપણી તપસ્યાને વધુ પડકારશે. 
 
પીએમ મોદીએ કહ્યું કે, તમામ સૂચનોને ધ્યાનમાં રાખીને, નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારતમાં હવે લોકડાઉન 3 મે સુધી વધારવી પડશે, એટલે કે 3 મે સુધી, આપણા બધાને, દરેક દેશવાસીઓને લોકડાઉનમાં રહેવું પડશે. આ સમય દરમિયાન, આપણે જે રીતે હાલ કરીએ છીએ તે જ રીતે શિસ્તનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે મારા બધા દેશવાસીઓને મારી વિનંતી છે કે હવે કોરોના આપણે કોઈ પણ કિંમતે નવા વિસ્તારોમાં ફેલાવવા દેવાનો નથી. જો એક પણ દર્દી સ્થાનિક સ્તરે વધે છે, તો આ આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના ઝડપથી ફેલાવાને કારણે સમગ્ર વિશ્વમાં સરકારો અને આરોગ્ય નિષ્ણાતો વધુ સજાગ બન્યા છે. ભારતમાં કોરોના સામેની લડત હવે કેવી રીતે આગળ વધારવાની છે, આપણે કેવી રીતે વિજયી થવું જોઈએ, આપણને કેવી રીતે નુકસાન થઈ શકે છે, લોકોની મુશ્કેલીઓ કેવી રીતે ઓછી થઈ શકે છે તે અંગે મેં સતત સાત રાજ્યોની સાથે ચર્ચાઓ કરી છે. દરેકનું સૂચન છે કે લોકડાઉન વધારવું જોઈએ. ઘણા રાજ્યોએ પહેલાથી જ લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.