શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (11:59 IST)

ટ્રેનનો ડ્રાઈવર ચા પીવા ઉતર્યો જમ્મૂમાં, ટ્રેન 84 કિમી વગર ડ્રાઈવર દોડીને પંજાબ પહોંચી ગઈ

railway track
Train run without Driver- જમ્મૂ કશ્મીરમાં એક ટ્રેન આશરે 84 કિલો મીટર સુધી વગર ડ્રાઈવર ચાલી. રેલ્વેના ઓથોરિટીએ જાણકારી મળ્યા પછી ટ્રેનને પંજાબમાં રોકાયો. રવિવારે  25 ફેબ્રુઆરીની સવારની છે. ટ્રેન જમ્મૂના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી. જે પછી ચાલીને પંજાવ સુધી પહોંચી ગઈ. આ એક માલગાડી ટ્રેન હતી. સવારે ડ્રાઈવર જ્યારે ચા- પીવા અને નાશ્તો કરવા કઠુઆ રેલ્વે સ્ટેશન પર રોકાયા તો તે ઉતરતા પહેલા હેંડબ્રેક લગાવવા 
 
ભૂલી ગયો.  સાથે જ ઉતરતા સમયે ટ્રેનનો ઈંજન પણ ચાલુ હતો. 
 
અધિકારીઓએ જણાવ્યુ કે આ ઘટના રવિવારે સવારે આશરે 7 વાગ્યે થઈ હતી જ્યારે ટ્રેન કાંક્રીટ લઈને પઠના કોટની તરફ વધી રહી હતી. જ્યારે ટ્રેનનો લોકો પાયલટ અને સહ પાયલટ કઠુઆ સ્ટેશન પર ચા 
 
પીવા માટે રોકાયા ત્યારે ઈંજન પણ ચાલુ હતો. સૂત્રો પ્રમાણે નીચે ઉતરતા પહેલા ડ્રાઈવર હેંડબ્રેક ખેંચવા પણ ભૂલી ગયા હતા. 
 
અધિકારીઓ દ્વારા ટ્રેનને રોકવાના ઘણા પ્રયાસ અસફળ રહ્યા પણ આખરે તે યાત્રી ટ્રેનના ડ્રાઈવર અને કર્મચારીઓની મદદથી આ દસુહાની પાસે ઉંચા વિસ્તારમાં રોકાવવામાં સફળ થયા. 
 
જમ્મૂના ડિવીજનલ ટ્રેફિન મેનેજરએ ઘટનાની જાણકારી આપતા જણાવ્યુ કે કઠુઆ સ્ટેશન પર રોકાયેલી માલગાડી અચાનક પઠાન કોટની તરફ વગર ડ્રાઈવરે ચાલવા લાગી. ટ્રેનને મુકેરિયા પંજાવમાં રોકાવવામાં આવ્યો હતો. તપાસ શરૂ કરવામાં આવી છે.