રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 16 મે 2023 (12:38 IST)

Uttrakhand landslides: ઉત્તરાખંડમાં એકવાર ફરીથી જમીન ઢસડી જવાથી વિશાળ ભેખડ ઢસડી પડતા મચી ભાગદોડ, જુઓ ડરાવી દેનારો વીડિયો

Uttrakhand landslides
Uttrakhand landslides
 ઉત્તરાખંડમાં એકવાર ફરીથી એક ભેખડ ઢસડી પડી. જ્યારબાદ પત્થરોનો વરસાદ થવા માંડ્યો. આ દુર્ઘટના પિથૌરાગઢના ભારત-ચીન સીમા પાસે થઈ. આ તવાઘાટ-લિપુલેખ રાષ્ટ્રીય રાજમાર્ગ પર  ગરબાધારમાં ભયંકર ભૂસ્ખલન થઈ ગયુ. ભૂસ્ખલન થવાથી ભેખડ નીચે સરકી ગઈ અને પત્થરોનો વરસાદ થવા માંડ્યો. જેનાથી ધૂળના ગોટેગોટા ઉડવા લાગ્યા અને ચારે બાજુ અંધારુ છવાઈ ગયુ.  બીજી બાજુ ભેખડ ઢસડી પડવાથી શ્રમિકો અને ત્યા હાજર કર્મચારીઓ વચ્ચે અફરાતફરી મચી ગઈ. બધા લોકો સુરક્ષિત સ્થાન તરફ ભાગ્યા. જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થવાના સમાચાર નથી. 

 
ઘટના સ્થળ પર હાજર લોકોએ આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો બનાવી લીધો. વીડિયોમાં ઘટનાસ્થળની પાસે પૉકલેંડ મશીન પણ જોવા મળી. ઘારચૂલાના એસડીએમના મુજબ આદિ કૈલાશ યાત્રાને ધ્યાનમાં રાખકા રસ્તાનુ કામ ચાલી રહ્યુ છે.  આવામાં યાત્રાળુઓની અવરજવરને સુવિદ્યાજનક બનાવવા માટે માર્ગને 18 મે સુધી ખોલી દેવામાં આવશે.