મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શાકભાજી તથા કઠોળના ભાવો ઘટયા

નવી દિલ્હી (એજંસી) ફળો અને શાકભાજી તથા કઠોળ જેવા ખાધ પદાર્થો અને કેટલીક મેન્યુફેકચર્ડ આઈટમના ભાવમાં ઘટાડો થવાથી 8મી ડિસેમ્બરેથી ફુગાવો ઘટીને 3.65 ટકા નોંધાયો છે. ગત સપ્તાહે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો 3.75 ટકા હતો.

ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો પાંચ ટકાની આસપાસ રહેશે તેવો અંદાજ રિઝર્વ બેંકે મુકયો હતો, તેની સરખામણીએ ફુગાવો નીચો છે. ગત સમાન ગાળામાં ફુગાવો 5.63 ટકા હતો.

સમીક્ષા કરાયેલ ગાળા દરમિયાન ખાધ પદાર્થોના ભાવ નીચા હતાં તેમ છતાં વૈશ્વિક સ્તરે ખાધ પદાર્થોમાં ફુગાવાના દબાણને લઈને નાણા પ્રધાન પી ચિદમ્બરમે ચિંતા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘‘માંગ અને પુરવઠા વરચે સુમેળ ન હોવાને કારણે ખાધ પદાર્થના ભાવો થોડા વધુ છે.’’

સમીક્ષા કરાયેલ સપ્તાહ દરમિયાન ફળો અને શાકભાજીના ભાવમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો, જયારે બાજરો અને અડદના ભાવમાં બે ટકાનો ઘટાડો થયો હતો. ચણાના ભાવ પણ એક ટકો ઘટ્યાં હતાં.

જો કે નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં જ રિલીઝ કરાયેલ માસિક આર્થિક અહેવાલમાં જણાવાયું હતું કે મેટલ, ક્રુડ તેલ અને કૃષિ ઉત્પાદનોના વૈશ્વિક સ્તરે વધતાં ભાવો ભારતના નીચા સ્તરના ફુગાવા બાબતે ભય પેદા કરી રહ્યાં છે.
ઘણું બધુ
મારૂતિ કંપનીમાં ગ્રાહકોને ફાયદો
લગભગ ગ્રાહકો નથી જોતાં એમઆરપી.
અજીમ પ્રેમજીએ બુધ્ધદેવની મુલાકાત લીધી
ઇબે પર ઉપલબ્ધ છે બ્લેકબૈરી 8700 જી
પંજાબમાં ટર્ન ઓવર ટેક્સમાં ઘટાડો
મારૂતિકારના દરેક મોડલ મોંઘા થશે