શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

ગ્રાહકોને 1.25 લાખમાં ટાટા નૈનો કાર

ભારતે ગર્વ કરવાનો સમય છે - વાણિજ્ય પ્રધાન કમલનાથ

W.DW.D

નવી દિલ્હી (એજંસી) ટાટાએ દુનિયાની સૌથી સસ્‍તી એક લાખની 'નેનો' એસી કાર લોન્‍ચ કરીને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ઈતિહાસ રચી દીધો છે. 624 સીસીની આ કારમાં ચારથી પાંચ વ્‍યકિત બેસી શકે તેવી વ્‍યવસ્‍થા છે. જોકે આ કારની ડિલર પ્રાઈઝ એક લાખ છે. એટલે વેટ અને રોડ ટેક્‍સ અને ઈન્‍સ્‍યોરન્‍સ સાથે તે ગ્રાહકને 1.25 લાખમાં પડશે.

સપ્‍ટેમ્‍બર મહિનામાં તે બજારમાં મુકવામાં આવશે. જૂન મહિનાથી બુકિંગ શરૂ કરવામાં આવશે. એક લિટરમાં 20થી 22 કિમીની એવરેજ આપતી કાર લોન્‍ચ કરતા રતન ટાટાએ કહ્યું કે તેમણે જે વચન આપ્‍યું હતું તે પુરૂ કર્યું છે. તેમજ તેમણે કહ્યું કે આ કારમાં સુરક્ષાનો પૂરેપુરો ખ્‍યાલ
રાખવામાં આવ્‍યો છે. આ કાર યૂરો 4 ધારા ધોરણ મુજબ બનાવવામાં આવી છે.

દિલ્‍હીના પ્રગતિ મેદાનમાં આયોજિત ઓટો એક્‍સ્‍પોમાં રતન ટાટાએ નૈનો કારના લાલ, પીળું અને સફેદ એમ ત્રણ મોડલ લોન્‍ચ કર્યા હતા. જેમાંથી સ્‍ટાન્‍ડર્ડ કારની કિંમત તેમણે દેશની જનતાને આપેલા વચન મુજબ એક લાખ જ રાખવામાં આવી છે. જ્‍યારે અન્‍ય બે મોડલોની કિંમત થોડી વધુ હોઈ શકે છે.

ટાટાએ આજે દિલ્‍હી ખાતેના ઓટો એકસપોમાં પોતીની રૂ. એક લાખની કાર "નેનો" લોન્‍ચ કરી છે. આ કાર સામાન્‍ય માનવીને ટુ વ્‍હીલરથી ફોર વ્‍હીલર તરફ વળવામાં સહાયરૂપ બનશે, એમ વાણિજય પ્રધાન કમલનાથે જણાવ્‍યું હતું.

‘‘ભારતે ગર્વ કરવાનો સમય છે. આ કાર ભારતની ટેકનોલોજીકલ અને સાહસિક ક્ષમતાને છતી કરે છે. આ કાર ટુ વ્‍હીલરને પાછળ મુકી દેશે," એમ તેમણે ઓટો એકસપોમાં જણાવ્‍યું હતું.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, "નેનો સામાન્‍ય ભારતીયોના સપના પૂરા કરવામાં સહાયરૂપ બનશે. જે વ્‍યકિત ટુ વ્‍હીલર જ ખરીદી શકે તેમ હતાં તે હવે આ કાર ખરીદીને ગર્વ લઈ શકે છે."