મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એક લાખની ટાટા નૈનો કાર લોંચ
નવી દિલ્હી ખાતે રતન ટાટાએ આ કારને સૌની સામે લોંચ કરી – સપ્ટેમ્બરમાંથી બજારમાં
W.DW.D

નવી દિલ્હી (વેબદુનિયા) દેશ વિદેશમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે એક લાખ રૂપિયાની ટાટા લખટકિયા નૈનો કાર આજે ગુરૂવારે 11:40 કલાકે રતન ટાટાએ દિલ્હીના ઓટો એક્સ્પોમાં લોન્ચ કરી હતી. જેનું નામ ટાટા “નૈનો” રાખવામાં આવ્યું છે. તેના ત્રણ મોડલ બજારમાં સપ્ટેમ્બરથી મુકવામાં આવશે. તેમાં એસીની સુવિધા પણ આપવામાં આવી છે. 624 સીસી આ કાર કુલ ત્રણ પ્રકારના મોડલ બનાવવામાં આવશે જેમાં એક બેસિક અને બે ડિઝલ હશે. આ કારની ડિલર્સ કિંમત રૂ. એક લાખ આંકવામાં આવી છે.

નવી દિલ્હી ખાતે શ્રી રતન ટાટાએ આ કારને સૌની સામે લોંચ કરી હતી. આ કાર મારૂતિ 800 કરતા 08 ટકા જેટલી નાની છે. પરંતુ અંદરની બાજુથી તે મારૂતિ કરતા 21 % મોટી અને પહોળી છે. તે સપ્ટેમ્બર મહિનામાં બજારમાં આવશે. એક લીટરમાં 20 કીમી ચાલશે. હાલમાં પેટ્રોલ મોડલ જ બજારમાં આવશે. ભવિષ્યમાં ડિઝલ મોડલ પણ બજારમાં મુકવામાં આવશે.

પહેલા એવા અહેવાલો મળી રહ્યા હતા કે,આ કારમાં બે દરવાજા જ રાખવામાં આવશે પરંતુ કારમાં ચાર દરવાજા રાખવામાં આવ્યા છે. 500 ઇજનરો આ કાર બનાવવા પાછળ કામ કરી રહ્યા છે, દર વર્ષે અઢી લાખ કારોનું પ્રોડકશન થશે. આ કારમાં 4 થી 5 લોકો બેસી શકે તેમ છે અને આ કારનું એંજીન પાછળની બાજુએ રાખેલું છે.
ઘણું બધુ
વિશ્વબજારમાં સોનું નવી ઉચાઇ પર
1 લાખની કારનું આજે ઉદ્દઘાટન - તાતા
ટાટા મોટર્સે ગ્રાંડ-સુમો બજારમાં મુકી
ઓટો એક્સપો 2008 પર એક નજર
કેટનું પરિણામ-3500 વિદ્યાર્થીઓ પાસ
સોના-ચાંદીના ભાવો આસમાને