ચંદીગઢ(એજંસી) નાણા મંત્રી પી ચીદમ્બરમે આ પહેલાં બેંકોને રૂ. 20 લાખ સુધીની હોમ લોન પરના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની વિનંતી કરી હતી તેમ છતાં પણ એચડીએફસી બેંકે આજે જણાવ્યું હતું કે હાલના સમયે વ્યાજ દરોમાં વધુ ઘટાડો શક્ય નથી.
એચડીએફસી બેંકના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર રેણું સુદ કર્ણાદે જણાવ્યું હતું કે જો તમે મને હાલના સમયે વ્યાજ દરોમાં વધુ ઘટાડાની શક્યતા અંગે પુછશો તો મારો જવાબ સ્પષ્ટ હશે કે હાલમાં નહીં, કારણ કે આ માર્ચ મહિનો છે અને કોર્પોરેટ ટેક્સ ચુકવણાના કારણે બજાર ખુબ જ ચુસ્ત છે.
વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા અંગે પુછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે હું ચોકક્સપણે કંઈ પણ કહી શકું નહીં પરંતુ એક વાતની હું ખાત્રી આપું છું કે ભવિષ્યમાં વ્યાજ દરોમાં વધારો કરવામાં આવશે નહીં. ગયા મહિને બેંકે તેના મુખ્ય ધિરાણ દરમાં 0.25 બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
|