નવી દિલ્હી. ઔદ્યોગીક કંપની અને આભૂષણ નિર્માતાઓની માંગને લીધે પાંચ એપ્રીલે પુર્ણ થયેલ અઠવાડિયા દરમિયાન સર્ફારા બજારમાં ચાંદીની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો જ્યારે કે સોનાની કિંમતોમાં ભાવાંક નીચો નોંધાયો છે. ઘરેલૂ બજારમાં ચાંદી તૈયાર અને સાપ્તાહિક ડિલીવરીના ભાવ શરૂઆતમાં લગભગ 23500 રૂપિયા અને 23110 રૂપિયા પ્રતિકિલો મજબુત ખુલ્યા હતાં અને 730 રૂપિયા તેજીની સાથે અઠવાડિયામાં 23720 રૂપિયા અને ચાંદી સાપ્તાહિક ડિલીવરીના ભાવ તેજીની સાથે 231668 રૂપિયે પ્રતિકિલો બંધ થયાં હતાં. સોના સ્ટાંડર્ડ અને આભૂષણના ભાવ લગભગ 12290 રૂપિયા અને 12140 રૂપિયા પ્રતિ દસ ગ્રામે ખુલ્યા અને વૈશ્વિક મંદીની વચ્ચે સ્ટાકિસ્ટોના વેચાણથી 11820 રૂપિયા અને 11670 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી નીચા ગયાં હતાં. અઠવાડિયાના અંતે 12010 રૂપિયા અને 11860 રૂપિયા સુધી ચડ્યાં બાદ અઠવાડિયામાં 220...220 રૂપિયા નીચે ગયાં હતાં.
|