મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નોર્વેમાં વિદેશી કુશળતામાં ભારત પ્રથમ
નોર્વેને વિદેશી કુશળ પ્રોફેશનલ પુરા પાડવામાં ભારત આજે નંબર વન

ઓસલો. વિશ્વમાં બિજા દેશોની સરખામણીમાં નોર્વેને વિદેશી કુશળ પ્રોફેશનલ પુરા પાડવામાં ભારત આજે નંબર વન સ્ત્રોત બન્યું છે. તાજેતરમાં નોર્વેના ઈમીગ્રેશન વિભાગ દ્વારા 2007ના જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર નોર્વેની કંપનીઓમાં કામ કરતાં એક ચતુર્થાંશ વિદેશી ઉચ્ચ શીક્ષીત પ્રોફેશનલસ ભારતીયો છે.

ભારતીય કર્મચારીઓ અહીં મોટાભાગે આઈટી, પેટ્રોલિયમ અને હેલ્થકેરમાં કામ કરે છે. બિજા દેશોની સરખામણીમાં ભારતીયોની સંખ્યા 618 છે. ભારત પછીનો ક્ર્મ રશિયાનો આવે છે. જેમાં રશિયાના 254, અમેરિકાના 231 અને ચીનના 205 પ્રોફેશનલસ અહીં કાર્યરત છે.

આ આંકાડા બાબતે ભારતીય રાજદુત મહેશ સચદેવે જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં ભારતીયો પ્રત્યેનું વલણ બદલાયું છે. આજે નોર્વેમાં પ્રવેશતો સરેરાશ ભારતીય એક્સપર્ટ કે પ્રોફેશનલસ હોય છે અને તેઓ નોર્વેના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપે છે.

નોર્વેના અર્થતંત્રમાં સૌથી વધુ વિકાસનો ફાળો અને સૌથી વધુ નોકરી મેળવતા વિદેશીઓનો શ્રેય જતો હોય તો તે ભારતીય વિદેશી પ્રોફેશનલ સ્કીલ છે અને આજે તે ગત વર્ષની સરખામણીમાં 92 % વધી ગઇ છે.

2005માં નોર્વેમાં માત્ર 105 જ ભારતીય કર્મચારીઓ હતાં જ્યારે 2006માં આ સંખ્યા વધીને 322 થઈ હતી. અને આ રેટ સતત વધવામાં જોવા મળ્યો છે. આ બાજુ નોર્વેની કંપનીઓ તેમના અનેક ઓપરેશન્સનું ભારતમાં આઉટસોર્સિંગ કરવાનું શરૂ કરી દીધું છે.
ઘણું બધુ
સિફી ઈંફિનિટી સેટકોમને શેર વેચશે
તાજ હોટલની મહિલા કર્માચારીઓ સાડી પહેરશે
ભારતની અંદર ટોયેટાનું બીજું કારખાનું
સૌથી સસ્તુ અલ્ટ્રા પોર્ટબલ લેપટૉપ
સ્ટીલના નિકાસ પર પ્રતિબંધ લાગશે !
પ્રોવોગ માર્કેટમાંથી 477 રૂ. એકઠા કરશે