મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતને 2.2 અબજ ડોલરની અમેરિકી મદદ

અમેરિકાની આયાત નિકાસ બેંકે (એક્જિમ બેંક) ભારતમાં આધારભૂત માળખાની સુવિધાઓ માટે 2.2 અબજ ડોલર (લગભગ 85 અબજ રૂપિયા) ની સહાયતાને મંજૂરી આપી છે. તે અંતર્ગત ભોપાલ મેડિકલ કોલેજનાં નિર્માણ માટે 2.94 કરોડ ડોલરની મદદ પણ સામેલ છે.

એક્જિમ બેંકનાં અધ્યક્ષ જેમ્સ એચ.લેમ્બ્રાઈટે ગઈકાલે આ જાહેરાત કરી હતી. એક્જિમ બેંક આ મદદ ભારતમાં વિજળી અને અક્ષય ઉર્જા ઉત્પાદન, તેલ અને ગેસ ઉત્ખનન, નાના વિમાન, હવાઈ મથકોનાં વિકાસ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પાયાની સુવિધોઓ માટે મધ્યમ અને લાંબાગાળાનાં રૂપમાં લોન આપવામાં આવશે.

બેંકે જણાવ્યું છે કે, આ સહાયતાને આઠ ભારતીય નાણાકીય સંસ્થાઓનાં માધ્યમથી આપવામાં આવશે. જે એક્જિમ બેંકને ભારતીય ખરીદદારોને અમેરિકી સામાનનાં આયાતનાં બદલે પોતાની ગેરંટી પ્રદાન કરશે.

આ નાણાકીય સંસ્થાઓમાં પાવર ફાયનાન્સ કોર્પોરેશન, ઈંફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન, ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન, ભારતીય ઓદ્યોગિક વિકાસ બેંક, ઈન્ડિયા ઈંફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ કોર્પોરેશન લિમિટેડ, ભારતીય સ્ટેટ બેંક, ઈંફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસેજ, ભારતીય અક્ષય ઉર્જા વિકાસ એજંસી તથા પંજાબ નેશનલ બેંક સામેલ છે.
ઘણું બધુ
2009માં મોબાઇલ નંબર 11 ડિજીટનો થશે
સોનામાં ભાવવધારો, ચાંદીની કિંમત ઘટી
નોર્વેમાં વિદેશી કુશળતામાં ભારત પ્રથમ
સિફી ઈંફિનિટી સેટકોમને શેર વેચશે
તાજ હોટલની મહિલા કર્માચારીઓ સાડી પહેરશે
ભારતની અંદર ટોયેટાનું બીજું કારખાનું