નવી દિલ્હી. ટીવીએસ મોટર્સ કંપનીએ જાહેર કર્યુ હતુ કે, 125 સીસી મોટરસાઈકલ ફ્લેમ અંગે બજાજ ઓટો સાથે જારી કેસના કારણે કંપનીને 100 કરોડથી વધુ રૂપિયાનુ નુકસાન વેઠવુ પડ્યુ છે. કંપનીએ આ નુકસાન ઉત્પાદન તથા વેચાણના સ્વરૂપે થયુ છે.
કંપનીના અધ્યક્ષ વેણુ શ્રીનીવાસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, ગત્ વર્ષ દરમિયાન કંપનીના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આવતા મહિનાથી વેચાણમાં વધારો થાય તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
|