મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિપ્રોનો ચોખ્ખો નફો આ વર્ષે 3283 કરોડ
ભાષા
PRP.R

મુંબઇ. દેશની અગ્રણી આઈટી કંપની વિપ્રો લીમીટેડે આજે જાહેર કર્યુ હતું કે, 31મી માર્ચ, 2008ના રોજ સમાપ્ત થતાં વર્ષમાં તેઓનો ચોખ્ખો નફો ગયા વર્ષની સરખામણીમાં 11.57 ટકા વધીને 3,282.9 કરોડ રૂપિયા થયો છે.

વિપ્રો કંપનીએ મુંબઈ શેરબજારને માહિતી આપી હતી કે 31મી માર્ચ, 2007ના રોજ સમાપ્ત થતાં વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2,942.3 કરોડ હતો. 31મી માર્ચ, 2008ના રોજ સમાપ્ત થતાં વર્ષમાં કંપનીની કુલ આવક રૂ. 20,397 કરોડ થઈ હતી જ્યારે તેના એક વર્ષ પહેલાં કંપનીની કુલ આવક 15,271.4 કરોડ રૂપિયા હતી.

વિપ્રો ગૃપે 31મી માર્ચના રોજ સમાપ્ત થતાં ચોથા ત્રીમાસિકમાં 880 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 856.1 કરોડ રૂપિયા હતો.

વિપ્રોએ છેલ્લે નક્કિ કર્યું છે કે, ઇક્વિટી શેરમાં છેલ્લું ડિવિડંડ રૂ. 4 હશે તેમજ એક શેર પર રૂ. બેનું(200 %) ડિવિડંડ આપવામાં આવશે.

આમ, આ ત્રીમાસિકમાં કંપનીની કુલ આવક 5,777.2 કરોડ રૂપિયા હતી જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં કંપનીની કુલ આવક 4,395.9 કરોડ રૂપિયા હતી.
ઘણું બધુ
કેસ પાછળ ટીવીએસને 100 કરોડનુ નુકસાન
કાચા તેલનાં ભાવ રેકોર્ડ સ્તર પર
ભારતને 2.2 અબજ ડોલરની અમેરિકી મદદ
2009માં મોબાઇલ નંબર 11 ડિજીટનો થશે
સોનામાં ભાવવધારો, ચાંદીની કિંમત ઘટી
નોર્વેમાં વિદેશી કુશળતામાં ભારત પ્રથમ