મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિપ્રોના આઇટી બોર્ડના વિસ્તરણની જાહેરાત
PRP.R

નવી દિલ્હી. દેશની ત્રીજી સૌથી વિશાળ આઈટી સર્વિસીઝ કંપની વિપ્રોએ આજે તેના આઈટી બિઝનેસના મેનેજમેંટ માળખામાં ફેરફારો અને તેના બોર્ડના વિસ્તરણની જાહેરાત કરી હતી. વિપ્રોએ કંપનિના એક સ્ટેટ્મેંટ મારફતે જણાવ્યું હતું કે, એમના જોઇંટ-સીઇઓ તરીકે ગીરીશ પરાંજપે, સુરેશ વાસવાનીનો સમાવેશ કરીને તેના આઇટી બિઝનેસના મેનેજમેંટ માળખામાં ફેરફારો કર્યા છે. વિપ્રોએ ગીરીશ પરાંજપે અને સુરેશ વાસવાનીની જોઈન્ટ સીઈઓ તરીકે નિયુક્તી કરી છે.

પરાંજપે વિપ્રોના ગ્લોબલ આઈટી બિઝનેસના બેન્કિંગ, ફાયનાંસિયલ સર્વિસ અને ઇંસ્યોરંસ બિઝનેસ એકમના પ્રેસીડન્ટ હતાં.

સુરેશ વાસવાની વિપ્રો ઇંફોટેક(ભારત, મધ્ય પૂર્વ) અને ગ્લોબલ પ્રેક્ટીસીસના પ્રેસીડંટ હતાં. તેઓ છેક 1985થી વિપ્રોમાં છે. સુરેશ સેનાપતિ વિપ્રોમાં છેક 1980થી કાર્યરત છે અને તેઓ 1995થી કંપનીના સીએફઓ છે.

વિપ્રો કંપનિના ચેરમેન અજીજ પ્રેમજીએ જણાવ્યું હતું કે, આઇટી બોર્ડમાં નિયુક્ત ત્રણેય બોર્ડના સભ્યો બોર્ડને રસાળ અને પૂર્વગ્રહ મુક્ત બનાવશે.

હાલમાં એંટરપ્રાઇઝ સોલ્યુશન બિઝનેસના પ્રમુખ સુદિપ બેનર્જીને પ્રેમજી ઇંવેસ્ટ (પીઆઇ)ના અડવાઇઝરી બોર્ડના ડાઇરેક્ટર પદે નિયુકત કર્યા છે. જે અંગે પ્રેમજી કહે છે કે, સુદિપમાં એક લિડરશિપના કુશળ ગુણો રહેલા હોવાથી તે વિપ્રોના આઇટી બિઝનેસમાં ટીમ મેનેજમેંટ સ્થાપિત કરશે અને વર્ષ દરમિયાન વિપ્રોને સફળતા અપાવવામાં તેઓનું ખૂબજ ઉમદા યોગદાન રહેશે. જ્યારે હવે તેઓ પીઆઇમાં એક નવા રોલથી રજુ થયા છે. અમને તે બાબતે ખૂબજ આશા છે કે, તેઓ વિપ્રો જુથ માટે સારા એમ્બેસેડર બનીને ચાલુ રહેશે.
ઘણું બધુ
એમપી સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ ડો. ખાન
જીએમઆરે દક્ષીણ આફ્રિકામાં ભાગીદારી વધારી
વિપ્રોનો ચોખ્ખો નફો આ વર્ષે 3283 કરોડ
કેસ પાછળ ટીવીએસને 100 કરોડનુ નુકસાન
કાચા તેલનાં ભાવ રેકોર્ડ સ્તર પર
ભારતને 2.2 અબજ ડોલરની અમેરિકી મદદ