મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની રીયલ એસ્ટેટ કંપની મહિન્દ્રા લાઈફસ્પેસ ડેવલપર્સ આગામી ત્રણ વર્ષમાં દેશનાં જુદાજુદા ભાગોમાં ચાર રહેવાસી પરિયોજનાઓમાં એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
મહિન્દ્રા લાઈફસ્પેસ ડેવલપર્સનાં વ્યવસ્થાપક નિર્દેશક અને મુખ્ય કાર્યકારી પવન મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, અમે ચાર હાઉસિંગ પરિયોજનાઓ વિકસિત કરવાની યોજના બનાવી છે. જેમાં રાજધાની દિલ્હીમાં બે પરિયોજનાઓમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, બધી યોજનાઓ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. કંપનીએ ફરીદાબાદ અને મુંબઈમાં પરિયોજનાઓ પર કામનો આરંભ કરી દીધો છે.
|