તિરૂચિરપલી. સરકાર સંચાલિત ભેલને બિહારમાં એક હજાર મેગાવોટ્સના નાબીનગર થર્મલ પાવર પ્લાંટ પ્રોજેક્ટ ખાતે મુખ્ય પ્લાંટ પેકેજનું વિતરણ અને સ્થાપવા માટે અંદાજે 2,030 કરોડનો કોંટ્રાંક્ટ ઓર્ડર મળ્યો છે.
કંપનીએ અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય રેલ બિજલી કંપની લીમીટેડ(બીઆરબીસીએલ) દ્વારા આ ઓર્ડર આપવામાં આવ્યો છે.
11મી યોજના મુજબ અનુરૂપ આ યુનિટ કમિશ્નિંગ ઉપર ગ્રિડ કરવા દરરોજ 24 મિલિયન યુનિટનો ઉમેરો કરતું રહેશે. તદ્દઉપરાંત, ભેલ ઈલેક્ટ્રોસ્ટેટીક પ્રીસીપેટર્સ સાથે સ્ટીમ જનરેટર્સનું પણ ઉત્પાદન શરુ કરશે.
|