મુંબઈ. દેશની સૌથી મોટી ગણાતી ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બજારની આશાથી વિપરીત 2007-08 દરમિયાન 19,458 કરોડ રૂપિયાનો જબરદસ્ત નફો કર્યો હતો. રિફાઈનિંગ પેટ્રો રસાયણ તથા ઉત્ખનન કારોબારમાં દમદાર પ્રદર્શન દ્વારા કંપનીએ આ આંકડો હાંસલ કર્યો છે.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કારોબાર 31મી માર્ચે પૂર્ણ થયેલા આર્થીક વર્ષ દરમિયાન 18 ટકા વધીને 39,269 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે તેનો ચોખ્ખો નફો 43 ટકા વધીને 25,205 કરોડ રૂપિયા નોંધાયો છે. આરઆઈએલના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, સમીક્ષાધીન વર્ષ દરમિયાન કંપનીનુ નિર્યાત પણ 25 ટકા વધીને 83,492 કરોડ રૂપિયા થઈ ગયુ છે.
|