ટાટા કન્સલ્ટેંસી સર્વિસે (ટીસીએસ) 31 માર્ચ 2008 નાં રોજ સમાપ્ત નાણાકીય વર્ષમાં પોતાનો સંચયી ચોખ્ખો નફો 19.3 ટકા વધારીને 5026.02 કરોડ રૂપિયા થયાની માહિતી આપી છે. જે ગયા વર્ષે સમાન સમયગાળા કરતાં 19.3 ટકા વૃદ્ધી દર્શાવે છે.
કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે, કંપનીને ગયા વર્ષની સમાન અવધિમાં 4212.63 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો હતો.
કંપનીને 31 માર્ચ 2008 નાં દિવસે સમાપ્ત વર્ષમાં 23349.45 કરોડ રૂપિયાની કુલ આવક થઈ હતી. જે ગયા વર્ષનાં સમાન સમયગાળામાં 18914.26 કરોડ રૂપિયા હતો.
|