અમેરિકાનાં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે કાચા તેલ અને ગેસોલીનનાં રેકોર્ડ તોડ ભાવ વધારા પર ચિંતા વ્યક્ત કરી છે. કેનેડાનાં વડાપ્રધાન સ્ટીફન હાર્પર અને મેક્સિકોનાં રાષ્ટ્રપતિ ફેલિપ કાલ્ડ્રન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં બુશે કહ્યું હતું કે, ભાવ વધારા સામે આપણે ગ્રાહકોનાં હિતનો પણ ખ્યાલ રાખવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કાચા તેલનાં ભાવ પ્રથમ વખત 119.90 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યા છે. આ સિવાય ગેસોલીનની સરેરાશ કિંમત 3.51 ડોલર પ્રતિ ગેલન થઈ છે. સાન ફ્રાંસિસ્કો સહિત સમુદ્ર કિનારાનાં શહેરોમાં ગેસોલીનનાં ભાવ ચાર ડોલર પ્રતિ ગેલન આજુબાજુ પહોંચ્યો છે.
બુશે ખનીજ તેલથી સંપન્ન સાઉદી અરબને અમેરિકાની મદદ કરવા આગળ આવવાની ટીકાથી ઈન્કાર કરતાં પુરવઠો પૂરો પાડવા માટે કેનેડા અને મેક્સિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
|