કોઝીકોડ. કોચી અને તિરુઅનંતપુરમ બાદ કેરળના કોઝીકોડમાં સંયુક્ત આરબ અમીરાતની અમિરાત એરલાઈન દ્વારા આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ કરવામાં આવશે. આ એરલાઈન સેવા 1 જુલાઈથી શરૂ થવાની આશા છે.
કંપનીના વરિષ્ઠ અધ્યક્ષ સલેમ ઓબેદુલ્લાએ જણાવ્યુ હતુ કે, કંપની તકનીકી રૂપે ઉન્નત બોઈંગ 777,200 વિમાન અને એરબસ એ 330,200 વિમાનનો ઉપયોગ કરશે. સપ્તાહમાં છ ઉડાન સેવાઓની પેશકશ દ્વારા અમિરાત એરલાઈન કોઝીકોડથી દુબઈ માટે ઈકોનોમી ક્લાસ માટે શરૂઆતી ભાડા અંતર્ગત 7500 રૂપિયા અને રિટર્ન ટિકીટના 14,995 વસુલ કરશે. આ દર માત્ર ઓગષ્ટ 15મી સુધી ઉપલબ્ધ રહેશે.
|