નવી દિલ્હી. હોટલોની શ્રૃંખલા ચલાવતી ચ્વાઈસ હોટલ્સ ઈન્ડીયાએ દેશભરમાં વધુ 20 હોટલો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કંપની આવનારા બે વર્ષમાં 600 કરોડના ખર્ચે આ યોજનાને પારપાડવાનો પ્રયાસ કરશે.
ચ્વાઈસ હોટલ્સ ઈન્ડીયાના મુખ્ય કાર્યકારી અધિકારી વિલાસ પવારે પીટીઆઈને જણાવ્યુ હતુ કે, હાલમાં તેઓએ અન્ય 20 હોટલો માટે કરાર કર્યો છે. આ હોટલો વર્ષ 2010 સુધી પરિચાલનમાં આવી જશે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ 20 નવી હોટલોના નિર્માણ માટે રિયલ એસ્ટેટ ડેવલોપર્સ સાથે કરાર કર્યો છે.
|