દુબઈ. સંયુક્ત અરબ અમીરાતના શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલા વર્ષ 2007ના વાર્ષિક રિપોર્ટમાં ટાંકવામાં આવ્યુ છે કે, દેશમાં ભારત સહિત દુનિયાભરના 202 દેસોના 31.10 લાખ શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે.
દેશના 2.60 લાખ પ્રતિષ્ઠાનોમાં આ મજુરો કામ કરે છે. અબુ ધાબીમાં જારી કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, યૂએઈમાં લગભગ 15 લાખ ભારતીય શ્રમીક છે. યૂએઈના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, દેશમાં શ્રમજીવીઓની ક્ષમતા વધારવા માટે તેમના અધિકારોના રક્ષણની જરૂર છે અને તેના માટે પ્રયાસો જારી છે.
|