કોકા કોલા ઈન્ડિયાનાં અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી અતુલ સિંહની ભારતમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (એમચૈમ) નાં અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે.
એમચૈમ દ્બારા એક જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે, એટીએન્ડટીનાં વ્યવસ્થાપક નિર્દેશક વિરાટ ભાટિયા અને પીડબલ્યુસીનાં નિર્દેશક શ્યામલ મુખર્જીને એમચૈમનાં ઉપાધ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. જીઈ ઈન્ડિયાનાં મુખ્ય કાર્યકારી ટી.પી.ચોપડા ચેમ્બરનાં બોર્ડનાં સભ્ય હશે.
|