નવી દિલ્હી. રિલાયન્સ કોમ્યુનિકેશનના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, તેઓ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં દેશભરમાં જીએસએમ આધારિત મોબાઈલ સેવા શરૂ કરશે. આ સાથે જ કંપની જીએસએમ તથા સીડીએમએ બંને સેવાઓ પુરી પાડતી એકમાત્ર કંપની બની જશે.
કંપનીના અધ્યક્ષ એસ પી શુક્લાએ જણાવ્યુ હતુ કે, નાણાકીય વર્ષના અંત સુધીમાં કંપની દ્વારા જીએસએમ તથા સીડીએમએ નેટવર્ક સ્થાપિત કરવાની યોજના છે. જેના અંતર્ગત 23,000 શહેર અને 6 લાખ ગામો આવરી લેવામાં આવશે.
|