ડિઝીટલ પે ટીવી ટેકનોલોજી સમાધાન ઉપલબ્ધ કરાવનારી કંપની એનડીએસ ભારતમાં પોતાની ઉપસ્થિતિ વધું મજબૂત કરવા માટે દેશમાં રોકાણ વધારશે.
એનડીએસની ઉપાધ્યક્ષ અને વ્યસ્થાપક નિર્દેશક (એશિયા પ્રશાંત) સ્યૂ ટેલરે કહ્યું હતું કે, ભારતમાં ટેકનોલોજી ખાસ કરીને મોબાઈલ સેવાઓમાં કનવર્જેસનનાં ક્ષેત્રમા વિકાસની ભારે શક્યતાઓ છે. આ સિવાય રેકોર્ડરની પણ ભારે માંગ છે. કંપની આ શક્યતાઓને ધ્યાનમાં રાખતા શોધ અને વિકાસ કાર્યમાં રોકાણ કરશે.
ટેલરે કહ્યું હતું કે, એનડીએસ પહેલેથી જ બેંગલૂરમાં એક શોધ અને વિકાસ કેન્દ્ર સ્થાપિત કરી ચૂક્યું છે જેમાં 900 કર્મચારી કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય બજારને પોતાની સેવાઓ આપવા માટે ભારતમાં શોધ ગતિવિધિઓ વધી રહી છે.
|