પ્રવાસન સેવાઓ ઉપલબ્ધ કરાવનારી થોમસ કુક ઈન્ડિયાએ 2008 નાં પ્રથમ ત્રિમાસિકમાં 7.89 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. જે ગયા વર્ષની સમાન અવધિમાં કરતાં 7.3 ટકા વધારે છે.
કંપનીએ જાહેરાતમાં કહ્યું હતું કે, સમીક્ષાધીન અવધિમાં તેની આવક 17 ટકા વધીને 78.6 કરોડ રૂપિયા રહી. તાજેતરમાં દેશમાં કંપનીનાં 174 કાર્યાલય છે અને તે શ્રીલંકા તથા મોરેશિયસમાં પણ સંચાલન કરી રહી છે.
|