નાગાર્જુન ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સે કહ્યું હતું કે, 31 માર્ચ 2008 માં સમાપ્ત ચોથા ત્રિમાસિકમાં તેનો ચોખ્ખો નફો 32.80 ટકા ઘટીને 1.25 કરોડ રૂપિયા રહ્યો હતો.
બીએસઈને આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ત્રિમાસિકમાં કંપનીની કુલ આવક 604.76 કરોડ રૂપિયા થઈ જે ગયા વર્ષે 432.83 કરોડ રૂપિયા હતી.
તેવી રીતે કંપનીએ 31 માર્ચે સમાપ્ત નાણાકીય વર્ષ માટે 22.49 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો જાહેર કર્યો હતો જે ગયા વર્ષની તુલનામાં 29.08 ટકા ઘટાડો દર્શાવે છે.
|