મુંબઈ હાઈકોર્ટે કૃષ્ણા ગોદાવરી બેસિનમાંથી ગેસનાં વેચાણને લઈને અંબાણી ભાઈઓ વચ્ચે ચાલી રહેલા કેસની સુનાવણી છ મે સુધી સ્થગિત કરી દીધી હતી.
મુકેશ અંબાણીનાં નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (આરઆઈએલ) આ અઠવાડિયે અદાલતને ગેસનું વેચાણ અટકાવવા અનુરોધ કર્યો હતો.
મુકેશ અંબાણીની આરઆઈએલ અને અનિલ અંબાણીની રિલાયન્સ નેચુરલ રિસોર્સ લિમિટેડ (આરએનઆરએલ) વચ્ચે ગેસ પુરવઠા મુદ્દે કેસ ચાલી રહ્યો છે. રિલાયન્સ જૂથમાં વહેંચણી હેઠળ આરઆઈએલને આરએનઆરએલને ગેસનો પુરવઠો પૂરો પાડવાનો છે.
|