નવી દિલ્હી. ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ આઉટસોર્સિંગ પ્રોફેશનલસ મુજબ મજબુત ઔદ્યોગિક વૃદ્ધિ મેળવતી 20 ભારતીય કંપનીઓએ દુનિયાની ટોચની 100 શ્રેષ્ઠ આઉટસોર્સિંગ કંપનીઓની સૂચિમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ વાત ભારતે ગૌરવ લેવા જેવી છે. આઇએઓપી દ્વારા તૈયાર થયેલી સૂચિ મુજબ 20 ભારતીય કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઇંફોસીસ-3(ત્રીજા સ્થાને), ટીસીએસ-6(છઠ્ઠા સ્થાને), વિપ્રો-7 (સાતમાં સ્થાને), જેનપેક્ટ-9 (નવમાં સ્થાને) અને ટેક મહિન્દ્રા-10 (દશમાં સ્થાને) છે.
આઇએઓપીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, આમ દુનિયાની ટોપ ટેન આઉટસોર્સિંગ કંપનીઓમાં દસ કંપનીઓ ભારતમાં આવેલી છે. આ તમામ અગ્રણી સોફ્ટવેર સર્વિસ કંપનીઓ છે. લીડર યાદીમાં ભારતીય ઇંફોસીસ ટેકનોલોજીસ ત્રીજું સ્થાન ધરાવે છે. જેઓના સોફટવેરોનું વાર્ષિક વેચાણ 60 મિલિયન યુએસ ડોલર કરતા વધુ છે.
અન્ય ભારતીય સોફ્ટવેર કંપનીઓમાં એસેન્ચરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે જ્યારે આઈબીએમ બીજા સ્થાને છે. આ સૂચિમાં સ્થાન પામનારી કંપનીઓનું વાર્ષિક વેચાણ અંદાજે 1.7 અબજ ડોલરનું છે અને સમગ્ર વિશ્વમાં તે 27,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે.
આ સૂચિમાં સ્થાન પામનારી અન્ય ભારતીય કંપનીઓ-એચસીએલ ટેકનોલોજી(11માં સ્થાને), માસ્ટેક(16માં સ્થાને), ડબલ્યુએનએસ ગ્લોબલ સર્વિસ(19માં સ્થાને), એક્સલસર્વિસ(26માં સ્થાને), 24/7 કસ્ટમર(28માં સ્થાને), કેમ્બ્રિજ(36માં સ્થાને), કેપીઆઈટી ક્યુમિન્સ(42માં સ્થાને), પટની (46માં સ્થાને), ઝેન્સાર(53માં સ્થાને), માઈન્ડટ્રી(54માં સ્થાને), એમ્ફેસીસ(56માં સ્થાને), આદિત્ય બિરલા માઈનાક્સ (62માં સ્થાને), ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ (73માં સ્થાને) અને વીકસ્ટમર 84માં સ્થાને છે.
આઇએઓપીના મુજબ વિપ્રો અને ટીસીએસ કંપનિઓની સફળતામાં કી સ્ટ્રેંથ કોઇ હોય તો તે તેઓના 'એમ્પલોય મેનેજમેંટ'(કર્મચારી વ્યસ્થાપન), જ્યારે ઇંફોસીસ અને ગેનપેક્ટ કંપનીઓની સફળતા પાછળ 'એક્સીક્યુટિવ લીડરશિપ' મુખ્ય ભાગ ભજવે છે.
|