નવી દિલ્હી. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવમાં થયેલા અસહ્ય વધારાના કારણે 19મી એપ્રિલના રોજ સમાપ્ત થતાં સપ્તાહમાં ફુગાવાનો દર 7.57 %ની 42 મહિનાની ટોચે પહોંચ્યો હતો. તેના એક અઠવાડિયા પહેલાં ફુગાવાનો દર 7.33 %ની સપાટી પર હતો. આથી આજે બીજેપીએ મોંઘવારીના વિરોદ્ધમાં ભારત બંધ કરાવ્યું હતું.
એક વર્ષ પહેલાં આ સમયગાળામાં ફુગાવાનો દર 6.07% હતો. આ પહેલાં બીજી નવેમ્બર, 2004ના રોજ ફુગાવો 7.76 %ની સપાટી પર હતો. 19મી એપ્રિલના રોજ સમાપ્ત થતાં સપ્તાહમાં ચાની કિંમતોમાં 17 % વધારો થયો હતો. ડિઝલ ઓઈલ અને ફર્નેસ ઓઈલની કિંમતોમાં અનુક્રમે 2 % અને 1 %નો વધારો થયો હતો.
ઉત્પાદિત ચીજવસ્તુઓમાં આર્યન પાઈપની કિંમતોમાં 51 % જ્યારે સ્ટીલ શીટસની કિંમતોમાં 2 %નો વધારો થયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મોંઘવારી ઘટાડવા માટે અનેક પગલાંઓ લેવામાં આવ્યાં હોવા છતાં પણ ફુગાવાના દરમાં વધારો થયો છે. આજ કારણે આજે બીજેપીએ મોંઘવારીના વિરોદ્ધમાં ભારત બંધ કરાવ્યું હતું.
|